HomeTop NewsTop News : હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ...

Top News : હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ

Gujarat Weather Alert: ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે, તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી છે. હવામાન વિભાગ(IMD) અનુસાર, આગામી 18થી 20 માર્ચ દરમિયાન અનેર જિલ્લામાં મેઘગર્જના સાથે હળવો કમોસમી વરસાદ પડી શકે છે.

IMD અનુસાર, આગામી 18 માર્ચના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લામાં માવઠાની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્ય કમોસમી વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

19 માર્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ દિવસે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે માવઠાની આગાહી છે.

18-19 માર્ચ દરમિયાન કમોસમી માવઠાની સાથે આ જિલ્લાઓમાં 40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

20 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં માવઠાની સ્થિતિને પગલે ખેડૂતોમાં ચિંતા છવાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments