HomeGujaratVadodaraVadodara : મિત્ર સાથે ફરવા નીકળેલા યુવકે નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ,...

Vadodara : મિત્ર સાથે ફરવા નીકળેલા યુવકે નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, પરિવારમાં મચ્યો હડકંપ

વડોદરાના એક યુવકે હાલોલ પાસે પસાર થતી નર્મદા મેઈન કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. વડોદરાથી મિત્ર સાથે ફરવા નીકળેલા આ યુવકે અચાનક કેનાલમાં પડતું મૂકતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે.

વડોદરાના એક યુવકે હાલોલ પાસે પસાર થતી નર્મદા મેઈન કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. વડોદરાથી મિત્ર સાથે ફરવા નીકળેલા આ યુવકે અચાનક કેનાલમાં પડતું મૂકતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. ઘટનાને 24 કલાકથી વધુ સમય વીત્યો હોવા છતાં યુવકનો કોઈ પતો ન લાગતા પરિવારે કેનાલના કાંઠે આશા સાથે પડાવ નાખ્યો છે.

વડોદરાના રોહિત વસાવા નામના યુવક તેના મિત્ર રામુ વસાવા સાથે બાઈક પર સવાર થઈને વડોદરાથી હાલોલ તરફ ફરવા માટે નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન હાલોલના રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મેઈન કેનાલ પાસે રોહિત વસાવાએ અચાનક કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. એક સંતાનના પિતા એવા રોહિતે કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.

હાલમાં વાઘોડિયાના શરણેજ નર્મદા કેનાલના ગેટ પાસે પરિવારના સભ્યો દ્વારા ભારે શોધખોળ કરવામાં આવી રહી છે. ઉનાળાની આકરી ગરમીમાં પણ પરિવારજનો પોતાના વ્હાલસોયાની શોધમાં કેનાલના કિનારે આશા લગાવીને ઉભા રહ્યા છે. સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની મદદથી યુવકને શોધવાની કામગીરી તેજ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments