HomeGujaratSuratSurat : પોલીસની વ્યાજખોરો સામે લાલ આંખ: પીડિતો માટે લોક દરબાર અને...

Surat : પોલીસની વ્યાજખોરો સામે લાલ આંખ: પીડિતો માટે લોક દરબાર અને લોન મેળાનું આયોજન

સુરત શહેરમાં ગેરકાયદેસર વ્યાજ વસૂલતા તત્વોનો આતંક ડામવા માટે પોલીસ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. સુરત પોલીસના ઝોન-4 વિસ્તારમાં તાજેતરમાં એક વિશેષ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું
.
સુરત શહેરમાં ગેરકાયદેસર વ્યાજ વસૂલતા તત્વોનો આતંક ડામવા માટે પોલીસ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. સુરત પોલીસના ઝોન-4 વિસ્તારમાં તાજેતરમાં એક વિશેષ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયેલા સામાન્ય નાગરિકોને ન્યાય અપાવવાનો હતો. આ કાર્યક્રમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પીડિતોને નિર્ભય બની પોતાની ફરિયાદ રજૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ લોક દરબાર દરમિયાન અંદાજે 22 જેટલા પીડિતોએ પોતાની આપવીતી જણાવી હતી. પોલીસે આ રજૂઆતોને ગંભીરતાથી ધ્યાને લઈ તમામ કિસ્સાઓમાં જવાબદાર વ્યાજખોરો સામે તાત્કાલિક ફરિયાદ નોંધવાના આદેશ આપ્યા છે. પોલીસની આ “લાલ આંખ” જોઈને વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે લાંબા સમયથી માનસિક અને આર્થિક ત્રાસ ભોગવતા પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે.

માત્ર ગુનાહિત કાર્યવાહી જ નહીં, પરંતુ લોકોની આર્થિક જરૂરિયાતોને સમજતા પોલીસે એક માનવીય અભિગમ પણ દાખવ્યો છે. વ્યાજખોરો પાસે જતા અટકાવવા માટે મનપા, સૂટેક્સ બેંક અને પીપલ્સ બેંકના સહયોગથી લોન મેળો યોજવામાં આવ્યો હતો. આ મેળા દ્વારા પીડિતોને બેંકિંગ ક્ષેત્રે સરળતાથી લોન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ ફરી ક્યારેય આવા અસામાજિક તત્વોના વિષચક્રમાં ન ફસાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments