HomeRashifalBusinessBusiness : ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા...

Business : ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં

ભારતના મસાલા નિકાસ ક્ષેત્રે ફેબ્રુઆરી 2026માં મોટો આંચકો જોવા મળ્યો છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (DGCI&S) ના હાલના આંકડા મુજબ, ગત વર્ષના સમાન ગાળાની સરખામણીએ મસાલાની નિકાસમાં વોલ્યુમની દ્રષ્ટિએ 41% અને કિંમતની દ્રષ્ટિએ લગભગ 74% નો જંગી ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરી 2025 માં 1.90 લાખ મેટ્રિક ટનની નિકાસ થઈ હતી. જે ફેબ્રુઆરી 2026 માં ઘટીને માત્ર 1.12 લાખ મેટ્રિક ટન રહી ગઈ છે.

નિકાસમાં આ જંગી ઘટાડા પાછળનું મુખ્ય કારણ ચીન તરફથી માગમાં આવેલો તીવ્ર ઘટાડો છે. ફેબ્રુઆરી 2025માં ચીન 130 મિલિયન ડોલરના મસાલાની આયાત કરતું હતું, જે આ વર્ષે ઘટીને માત્ર 28 મિલિયન ડોલર રહી ગઈ છે. એટલે કે ચીન તરફથી થતી નિકાસમાં 78% નો ઘટાડો થયો છે. આ ઉપરાંત થાઈલેન્ડમાં 35% અને અમેરિકામાં 10% નો સાધારણ ઘટાડો જોવા મળ્યો છે. નોંધનીય છે કે, ભારતીય રૂપિયો નબળો હોવા છતાં (83 થી ઘટીને 87 પ્રતિ ડોલર), આ ઘટાડો અટકાવી શકાયો નથી.

એક તરફ મોટા દેશોમાં માગ ઘટી છે, ત્યારે કેટલાક પાડોશી અને ખાડી દેશોમાં ભારતની પકડ મજબૂત થઈ છે. શ્રીલંકન મસાલાની નિકાસમાં 137% નો સૌથી વધુ ગ્રોથ નોંધાયો. આ ઉપરાંત સાઉદી અરેબિયા નિકાસ 12 મિલિયન ડોલરથી વધીને 21 મિલિયન ડોલર (75% વધારો) થયો છે. UAE અને બાંગ્લાદેશ પણ સંયુક્ત આરબ અમીરાતમાં 18% અને બાંગ્લાદેશમાં 4% ની વૃદ્ધિ જોવા મળી છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેકહોલ્ડર્સ (FISS) ના ચેરમેન તેજસ ગાંધીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, મિડલ ઈસ્ટ અને પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે જોડાયેલી તાજેતરની ભૌગોલિક તણાવની સ્થિતિ માર્ચ મહિનાથી વૈશ્વિક વેપાર પર વધુ માઠી અસર કરી શકે છે. શિપિંગ રૂટ અને ફ્રેટ કોસ્ટમાં વધારો થવાને કારણે મસાલા સહિત તમામ કૃષિ ઉત્પાદનોની નિકાસ પર અસર થવાની ભીતિ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments