દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર ૨૭ માર્ચથી ૨ એપ્રિલના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.૧૩૫૫૪૮૫.૯૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.૩૦૩૦૧૫.૪૯ કરોડનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં રૂ.૮૭૬૨૬.૭૯ કરોડનાં કામકાજ થયાં હતાં.

એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.૪૫૬૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૫૫૫૦ અને નીચામાં રૂ.૪૫૨૫ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૭૦૬ વધી રૂ.૫૨૬૩ના સ્તરે પહોંચ્યો હતો. ક્ડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૮૮૬૭ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧૦૬૪૦ અને નીચામાં રૂ.૮૮૨૦ના સ્તરને સ્પર્શી, રૂ.૮૯૯૯ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.૧૪૦૯ની તેજી સાથે રૂ.૧૦૪૦૮ના ભાવે બંધ થયો હતો.ક્ડ તેલ-મિની એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.૧૪૦૪ વધી રૂ.૧૦૪૦૩ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.૧૭.૧ ઘટી સપ્તાહના અંતે રૂ.૨૬૪ થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ.૧૭.૨ ઘટી રૂ.૨૬૪ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.૧૯૭૪૦૧.૮૨ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૧૪૪૦૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧૫૪૫૦૦ અને નીચામાં રૂ.૧૪૩૬૫૨ના મથાળે અથડાઈ, રૂ.૧૪૨૫૧૪ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.૭૧૬૬ના ઉછાળા સાથે રૂ.૧૪૯૬૮૦ના ભાવે બોલાયો હતો.
ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૫૦૯૪ ઊછળી રૂ.૧૧૯૩૧૨ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૬૪૨ની તેજી સાથે રૂ.૧૪૯૩૫ના ભાવે બોલાયો હતો.
સોનું-મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૬૯૦૦ની વૃદ્ધિ સાથે રૂ.૧૪૮૧૪૦ થયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૧૪૩૦૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧૫૩૧૦૦ અને નીચામાં રૂ.૧૪૨૨૩૯ના મથાળે અથડાઈ, રૂ.૧૪૧૫૪૭ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.૬૯૯૨ના ઉછાળા સાથે રૂ.૧૪૮૫૩૯ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૨૨૪૨૪૭ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૨૪૩૯૮૧ અને નીચામાં રૂ.૨૨૧૨૦૯ના સ્તરને સ્પર્શી, રૂ.૨૧૯૮૭૪ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.૧૨૬૨૧ના ઉછાળા સાથે રૂ.૨૩૨૪૯૫ના સ્તરે પહોંચ્યો હતો.
સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.૧૧૨૭૯ની વૃદ્ધિ સાથે રૂ.૨૩૫૬૪૫ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.૧૧૩૬૦ની તેજી સાથે સપ્તાહના અંતે રૂ.૨૩૫૭૫૯ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.૧૭૯૦૧.૨૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.૧૬.૨ વધી રૂ.૧૧૫૫.૧ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.૧૩.૩૫ વધી સપ્તાહના અંતે રૂ.૩૨૩.૨ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.૧૮.૨ વધી રૂ.૩૫૪.૩૫ના ભાવે બોલાયો હતો. સીસું એપ્રિલ વાયદો રૂ.૨.૮ વધી રૂ.૧૯૫.૨૫ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.


