સાંજનો સમય હતો. આકાશમાં કેસરી રંગની છાયા પથરાયેલી હતી. રોહન ઓફિસેથી આવ્યો ત્યારે ઘર એકદમ શાંત હતું. એણે જોયું તો રાગીણી રસોડામાં રાતની તૈયારી કરી રહી હતી. સફેદ સાડી અને માથે નાની બીંદી માં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
રોહન ધીમે પગલે પાછળથી આવીને રાગીણી ને પોતાની બાહોમાં જકડી લીધી. તેના ગળા પર રોહનના ગરમ શ્વાસ સ્પર્શતા જ રાગીણી થથરી ગઈ.
છોડો ને રોહન પ્લીઝ, જૂઓ બાળકો ગમે ત્યારે આવશે… રોહીણી એ થોડા ગભરાટ અને થોડા વહાલ સાથે કહ્યું.
ના રાગીણી, *આજે નહીં છોડું… છેલ્લા પચ્ચીસ વર્ષ થી મને નશો છે તારો, અને તારા આ મહેનત ના અત્તર જેવા પરસેવાની સુગંધનો, રોહન ના અવાજમાં એક અજીબ ઘેન હતું. એણે રાગીણીના ગાલ પર એક હળવું ચુંબન કર્યું.
રાગીણી એ પોતાનો હાથ રોહન ના હાથ પર મૂક્યો, “હા રોહન , મને ખબર છે પણ… અત્યારે કામ છે અને રીયા અને શીવાન રમવા ગયા છે, પાછા આવતા જ હશે.”
પણ-બણ કંઈ નહીં યાર આજે ઓફિસમાં આખો દિવસ બસ તારા જ વિચાર આવતા હતા, રોહનએ રાગીણીને પોતાની તરફ ફેરવી અને તેની આંખોમાં આંખ પરોવી.
રાગીણી ની નજરો ઝૂકી ગઈ. રોહનનો આ અંદાજ આજે કંઈક અલગ જ હતો. તે એક જીદ્દી પ્રેમી જેવો લાગતો હતો.
રૂમમાં હળવો અંધકાર હતો. રોહન જાણે ભાન ભૂલી ગયો હોય તેમ રાગીણી ને વળગી પડ્યો. રાગીણી ને સમજાઈ ગયું હતું કે આજે રોહનને પ્રેમ સિવાય બીજું કશું જ દેખાતું નથી.
રોહન ગાંડોતૂર બનીને રાગીણી ને નિહાળી રહ્યો હતો. તેણે રાગીણી ને બચકું ભર્યું અને ધીમેથી કહ્યું, તું આજે પણ એટલી જ નવી લાગે છે જેટલી આપણી પહેલી રાત્રે લાગતી હતી.
રાગીણી ના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે પોતાના હાથ રોહનના ગળા અને માથે ફેરવવા લાગી. રોહન સમજી ગયો.. બાહર શોરબકોર હતો, પણ આ ચાર દીવાલોની વચ્ચે અત્યારે ફક્ત બે પ્રેમી હૃદયોના ધબકારા સંભળાતા હતા..
એ સાંજે, ઘરમાં વસંત આવી હતી. બાળકોના આવતા પહેલાની એ સાંજ ની થોડી પળો તેમના લગ્નજીવનના સૌથી સુંદર સંભારણામાં કેદ થઈ ગઈ.
જ્યારે છેવટે રાગીણી એ રોહનની સુંવાળી છાતી પર માથું મૂક્યું, ત્યારે તેને સમજાયું કે જવાબદારીઓના બોજ નીચે પણ આ પ્રેમનો નશો જ છે જે જિંદગીને જીવવા જેવી બનાવે છે.
આ છે પતિ પત્ની ની સાચી મેરેજ એનિવર્સરી, કોઈ મોંધી ગીફ્ટ કે ભેટ સોંગાદ ની જરૂર નથી બસ રોહન અને રાગીણી ની જેમ, જીવન ને સમજો, એકબીજા ને સાથ આપો, પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, ખાલી કદર કરો તો રોજ વસંત ની જેમ પ્રેમ ખીલી ઉઠશે..

✍️ ભરત પટેલ ઉમીયા ✍️


