HomeGujaratGujarat : રાજુ કરપડાએ રજૂ કરેલા સોગંદનામાથી ખળભળાટ, મારપીટ અને હથિયારથી...

Gujarat : રાજુ કરપડાએ રજૂ કરેલા સોગંદનામાથી ખળભળાટ, મારપીટ અને હથિયારથી ઈજા પહોંચાડવાના ગુના

ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડા મુળી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમણે રજૂ કરેલા સોગંદનામામાં ઈતિહાસનો ખુલાસો થતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાએ તાજેતરમાં જ કેસરિયા કર્યા હતાં. ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાએ કહ્યું હતું કે, ખેડૂતોની સ્થિતિ સારી નથી અને સત્તા પક્ષ ખેડૂતોને સહાય કરશે. ત્યારે ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડા મુળી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમણે રજૂ કરેલા સોગંદનામામાં ઈતિહાસનો ખુલાસો થતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજુ કરપડાના સોગંદનામામાં અનેક પોલીસ કેસ થયા હોવાનો ઉલ્લેખ કરાયો છે. મારપીટ અને હથિયારથી ઈજા પહોંચાડવાના ગુના તેમની સામે નોંધાયા છે. તેમની સામે મુળી અને થાનગઢ સહિત ભાવનગર અને પાળીયાદમાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમણે મુળી બેઠક પરથી ઉમેદવારી કરી છે. હવે તેમના સોગંદનામા પ્રમાણે મૂળી, થાનગઢ, ભાવનગર અને પાળીયાદમાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાયાનો ઉલ્લેખ કરાયો છે.

જ્યારે તેમણે આમ આદમી પાર્ટી છોડી ત્યારે ગોપાલ ઈટાલિયાએ તેમની પર ગંભીર આક્ષેપ કર્યા હતાં. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, રાજુ કરપડા પર કુલ ત્રણ કેસો નોંધાયેલા છે. 2022ની ચૂંટણીનાં એફિડેવિટમાં તેમણે ત્રણ કેસોનો ઉલ્લેખ કર્યો એ મુજબ, તેમના પર એક કેસ 326 એટલે કે પગ ભાંગી નાખવાનો કેસ, જેમાં તેમને 5 વર્ષની સજા થઈ છે. જ્યારે અન્ય બે કેસ જાનથી મારી નાખવાની કોશિશના છે. જેલ જવાથી બચવા તેમણે આ પગલું ભર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments