ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે, જેણે સૌને હેરાન કરી દીધા છે. અહીં પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવેલો એક યુવક અચાનક બૂમો પાડવા લાગ્યો અને કહેવા લાગ્યો….
યુપીમાં કાયદાનું શાસન એવું કાયમ થયું છે કે હવે અપરાધીઓ તો ઠીક, ભૂત-પ્રેત અને જીન પણ પોલીસ સ્ટેશનમાં પોલીસના ડરથી ભાગતા જોવા મળી રહ્યા છે. આવો જ એક કિસ્સો ઉન્નાવથી સામે આવ્યો છે, જ્યાં પોલીસ સ્ટેશનની અંદર જમીન વિવાદના લેણદેણ મામલે બેઠેલા આરોપી પર જીન સવાર થઈ ગયું. ત્યારબાદ તે બૂમો પાડવા લાગ્યો. તેના આ કૃત્યથી અન્ય લોકોમાં ભય ફેલાઈ ગયો અને તેઓ ભાગવા લાગ્યા. વળી, જ્યારે પોલીસકર્મી પટ્ટો ઉઠાવીને તેની ‘પૂજા’ કરવા ઈચ્છી તો જીન પોલીસ સ્ટેશનથી ભાગી ગયું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયો ઉન્નાવના બિહાર પોલીસ સ્ટેશનનો હોવાનું કહેવાય છે અને આ વીડિયો અંદાજે બે મહિના જૂનો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ સ્ટેશનની અંદર બે વ્યક્તિ બેઠેલા દેખાય છે. તેમાંથી એક વ્યક્તિ અચાનક ચીસો પાડવા લાગે છે. એવામાં પાસે બેઠેલો એક વ્યક્તિ તેને જોઈને ભાગી છૂટે છે. વ્યક્તિ બૂમો પાડીને જણાવી રહ્યો છે કે તેના પર જીન અને ઓઘડ આવી ગયા છે. વ્યક્તિની બૂમો સાંભળતા જ પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ અને પોલીસકર્મી રાહુલ સિંહ પણ પોતાના રૂમમાંથી નીકળીને વર્દી વગર પોલીસ સ્ટેશન પહોંચી ગયા. ત્યારબાદ બૂમો પાડી રહેલા વ્યક્તિને પોલીસકર્મી એ પૂછ્યું કે શું થયું? આના પર વ્યક્તિ બોલ્યો કે હું જીન અને ઓઘડ છું. બે લોકો હંમેશા સાથે રહે છે, ક્યારેય જતા નથી. પડોશીઓએ તેના પર આ કરાવ્યું છે.

માહિતી અનુસાર, પોલીસ સ્ટેશનની અંદર જેના પર જીન આવ્યું છે, તેનું નામ પંકજ કુમાર છે અને તે દુર્ગા ગંજનો રહેવાસી છે. તેની પાસેથી રાજેશ કુમારે જમીન ખરીદવા માટે દસ હજાર રૂપિયા બાના પેટે આપ્યા હતા. જમીનનો સોદો નક્કી થઈ ગયો હતો, પરંતુ જ્યારે રાજેશે જમીનના પેપર ચેક કરાવ્યા તો તે જમીન વિવાદિત હતી. ત્યારબાદ રાજેશે જમીન લેવાની ના પાડી દીધી અને પોતાના આપેલા દસ હજાર રૂપિયા પાછા માંગવા લાગ્યો.
આ બાબતે પંકજ અને રાજેશ વચ્ચે વિવાદ થયો અને બંને પોલીસ સ્ટેશન પહોંચી ગયા. પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ન હોવાથી બંને પક્ષોને અંદર અલગ-અલગ બેસાડી દેવામાં આવ્યા હતા. ત્યારે અચાનક પંકજ પર જીન આવી ગયું, જે જોઈને પોલીસ સ્ટેશનમાં હોબાળો મચી ગયો. પોલીસકર્મીને જાણ થતા તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. જ્યારે પંકજે બૂમો પાડીને પોતાના પર જીન હોવાની વાત કહી તો પોલીસકર્મી પહેલા તેને સમજાવતા રહ્યા. પરંતુ જ્યારે તે ન માન્યો તો પોલીસકર્મી એ પટ્ટો માંગ્યો. જેને જોઈને અચાનક પંકજ પરથી બંને ભૂત ભાગી ગયા.
આ દરમિયાન પંકજ પોલીસકર્મી સાથે આડું-અવળું પણ બોલી રહ્યો હતો, જેના કારણે પોલીસકર્મી તેને એક થપ્પડ પણ મારી દીધી હતી. પોલીસકર્મી રાહુલ સિંહે ફોન પર માહિતી આપતા જણાવ્યું કે વીડિયો બે મહિના જૂનો છે, જે પાસે જ બેઠેલી એક મહિલા પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ વીડિયો હવે કોઈના દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યો છે.


