HomeIndiaNational : PM મોદી 14 એપ્રિલે દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ વે જનતાને કરશે સમર્પિત,...

National : PM મોદી 14 એપ્રિલે દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ વે જનતાને કરશે સમર્પિત, 12 કિલોમીટર લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોર છે ખાસ

સુરક્ષા અને ટેકનોલોજીની દૃષ્ટિએ પણ આ એક્સપ્રેસવે અદ્યતન છે. સમગ્ર માર્ગ પર CCTV કેમેરા, સોલર લાઈટિંગ અને ઈમરજન્સી માટે 1033 હેલ્પલાઈન ઉપલબ્ધ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 એપ્રિલના રોજ દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે જનતાને સમર્પિત કરશે. અંદાજે રૂપિયા 12,000 કરોડના ખર્ચે બનેલો આ આધુનિક એક્સપ્રેસવે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવે છે. 210 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસવેના શરૂ થતા દિલ્હીથી દેહરાદૂન વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે ઘટશે. અગાઉ 5થી 6 કલાકનો સમય લાગતો પ્રવાસ હવે માત્ર 2.5થી 3 કલાકમાં પૂર્ણ થઈ શકશે.

આ માર્ગ દિલ્હીમાંથી શરૂ થઈ બાગપત, શામલી, મુઝફ્ફરનગર અને સહારનપુર જેવા મહત્વના જિલ્લાઓને જોડીને ઉત્તરાખંડની રાજધાની સાથે સીધી કનેક્ટિવિટી આપે છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તેમાં સહારનપુર નજીક 12 કિલોમીટર લાંબો એલિવેટેડ વાઈલ્ડલાઈફ કોરિડોર બનાવવામાં આવ્યો છે, જે રાજાજી નેશનલ પાર્ક પરથી પસાર થાય છે. આ કોરિડોર પ્રાણીઓની અવરજવર પર કોઈ અસર ન થાય તે રીતે ડિઝાઈન કરાયો છે. તેમાં સાઉન્ડ બેરિયર અને ખાસ લાઈટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

સુરક્ષા અને ટેકનોલોજીની દૃષ્ટિએ પણ આ એક્સપ્રેસવે અદ્યતન છે. સમગ્ર માર્ગ પર CCTV કેમેરા, સોલર લાઈટિંગ અને ઈમરજન્સી માટે 1033 હેલ્પલાઈન ઉપલબ્ધ છે. ડાટ કાલી મંદિર પાસે બનાવાયેલી ટનલ અને શિવાલિક પહાડીઓ વચ્ચેથી પસાર થતો માર્ગ મુસાફરોને અનોખો અનુભવ આપશે. આ એક્સપ્રેસવેના કારણે મસૂરી, ઋષિકેશ અને હરિદ્વાર જેવા પ્રવાસન સ્થળો માટે મુસાફરી વધુ સરળ બનશે અને પર્યટન, શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં પણ વૃદ્ધિ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments