HomeWorldWorld : તુર્કીયેમાં 13 વર્ષના બાળકે સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું, એક શિક્ષક...

World : તુર્કીયેમાં 13 વર્ષના બાળકે સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું, એક શિક્ષક સહિત 9 વિદ્યાર્થીઓના મોત, હુમલાખોરે પોતાને પણ ગોળી મારી

તુર્કીયેમાં સતત બીજા દિવસે શાળામાં ગોળીબારનો બનાવ સામે આવ્યો છે. બુધવારે એક મિડલ સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો. જેમાં એક શિક્ષક સહિત 9 વિદ્યાર્થીઓના મોત થયા, જ્યારે લગભગ 13 લોકો ઘાયલ થયા. હુમલાખોરે બાદમાં પોતાને પણ ગોળી મારી દીધી. 6 ઘાયલોની હાલત ગંભીર છે.

ગવર્નર મુકેર્રમ ઉનલુએરે જણાવ્યું કે હુમલાખોર આઠમા ધોરણનો વિદ્યાર્થી હતો. તે પોતાના બેગમાં પાંચ હથિયાર અને સાત મેગેઝીન લઈને શાળાએ પહોંચ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ હથિયારો તેના પૂર્વ પોલીસ અધિકારી પિતાના હોઈ શકે છે.

ઘટના બાદ વિસ્તારમાં પોલીસ તૈનાત કરવામાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી. ગવર્નરના મતે, હુમલાખોર શાળાની અંદર બે વર્ગખંડોમાં ઘૂસ્યો, જ્યાં પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા. તેણે ત્યાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું. ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે અને તેમની સર્જરી ચાલી રહી છે.

આ દરમિયાન, સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોવા મળ્યું કે ગોળીબાર દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળાના બીજા માળેથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.CCTV ફૂટેજમાં હુમલાખોરને શાળાના કોરિડોરમાં વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરતા પણ જોવામાં આવ્યો. જોકે, આ ફૂટેજની પુષ્ટિ થઈ નથી. ઘટના બાદ ન્યાય મંત્રી અકીન ગુરલેકે જણાવ્યું કે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments