બોલિવૂડના જાણીતા સિંગર જુબિન નૌટિયાલે પોતાના ચાહકોને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જુબિન નૌટિયાલે ઉત્તરાખંડ સ્થિત પોતાના નિવાસસ્થાને પોતાની બાળપણની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન સમારોહ ખૂબ જ પ્રાઈવેટ રાખવામાં આવ્યો હતો, જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ જ હાજરી આપી હતી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જુબિને તાજેતરમાં જ લગ્ન કરી લીધા છે. તેણે ઉત્તરાખંડની મનમોહક પહાડીઓ વચ્ચે ખૂબ જ સાદગી અને પરંપરાગત રીત-રિવાજો સાથે લગ્ન કર્યા છે.
આ લગ્ન સમારોહમાં માત્ર પરિવારના સભ્યો જ સામેલ રહ્યા હતા. કોઈ મોટી દાવત કે મીડિયાની હાજરી નહોતી. જુબિને અત્યંત ખાનગી રીતે યોજાયેલા આ પ્રસંગમાં માત્ર પરિવારના સભ્યોની હાજરીમાં સાત ફેરા લીધા છે. તેની દુલ્હન તેની બાળપણની મિત્ર છે. જુબિને હંમેશા પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખ્યું છે અને તેમના લગ્નના આ સમાચારે તેમના કરોડો ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

જુબિને હંમેશા પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખી છે અને તેમના લગ્નમાં પણ આ જ સાદગી જોવા મળી હતી. અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સાદગીભરી રસ્મો સાથે તે લગ્નના બંધનમાં બંધાયો છે.જોકે, જુબિને હજુ સુધી પોતાની પત્નીના નામનો સત્તાવાર ખુલાસો કર્યો નથી, જેના કારણે ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સિંગર ક્યારે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લગ્નની તસવીરો શેર કરશે અને પોતાની પત્નીનો પરિચય કરાવશે.
બોલિવૂડના સૌથી લોકપ્રિય પાર્શ્વ ગાયકોમાંથી એક જુબિન નૌટિયાલ મૂળ ઉત્તરાખંડના દેહરાદૂન શહેરનો વતની છે. મધુર અવાજના માલિક જુબિન અત્યાર સુધીમાં 200 થી વધુ ગીતો આપીને સંગીત જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. જુબિનની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ વર્ષ 2011માં આવ્યો હતો, જ્યારે તેમણે રિયાલિટી શો ‘એક્સ ફેક્ટર ઈન્ડિયા’માં ભાગ લીધો હતો. આ શો દ્વારા તે ઘરે-ઘરે જાણીતા થયો અને ત્યારબાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.
જુબિન નૌટિયાલની બોલિવૂડમાં શરૂઆત વર્ષ 2014માં ફિલ્મ ‘સોનાલી કેબલ’ના ગીત ‘એક મુલાકાત’થી થઈ હતી. ત્યારબાદ ફિલ્મ ‘ધ શૌકીન્સ’ના ગીત ‘મેહરબાની’થી તેમને ઈન્ડસ્ટ્રીમાં સારી ઓળખ મળી. જોકે, તેમને અસલી સફળતા સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ના ગીત ‘ઝિંદગી કુછ તો બતા’ અને ઋતિક રોશનની ફિલ્મ ‘કાબિલ’ના ગીત ‘કાબિલ હૂં’થી મળી હતી. જુબિનના કેટલાક અત્યંત લોકપ્રિય ગીતો નીચે મુજબ છે, જેને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે.


