HomeGujaratGujarat : ધમધોખતા તાપ વચ્ચે ત્રણ દિવસ રાજ્યના 9 જિલ્લામાં પડી શકે...

Gujarat : ધમધોખતા તાપ વચ્ચે ત્રણ દિવસ રાજ્યના 9 જિલ્લામાં પડી શકે કમોસમી વરસાદ, જાણો આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જતો રહ્યો છે. તેવામાં 19 થી 21 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહીને પગલે વિવિધ શહેરોમાં તાપમાન 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. આજે શનિવારે અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાનમાં આ ફેરફાર માટે દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન પર સર્જાયેલું ‘અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન’ જવાબદાર છે. આ સિસ્ટમને કારણે ભેજવાળા પવનો ફૂંકાશે અને પ્રી-મોન્સૂન જેવી ગતિવિધિઓ જોવા મળશે.

બીજી તરફ IMD (ભારતીય હવામાન વિભાગ)એ સંભાવના વ્યક્ત કરી છે કે 2026નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતા નબળું રહી શકે છે. જેનો અર્થ એ છે કે વરસાદ ઓછો થશે. હવામાન વિભાગ (IMD) મુજબ, જૂન થી સપ્ટેમ્બર વચ્ચે દેશભરમાં વરસાદ લોંગ પીરિયડ એવરેજ (LPA)ના 92 ટકા રહેવાનો અંદાજ છે, જે ‘બિલો નોર્મલ’ (સામાન્યથી ઓછું) શ્રેણીમાં આવે છે. સાથે જ હવામાન વિભાગે અલ નીનો સર્જાવાની આશંકા પણ વ્યક્ત કરી છે, જેનાથી ચોમાસા પર વધુ દબાણ વધી શકે છે.

વર્ષ 2026ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા અંગે જાહેર કરાયેલા લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં આ વખતે દેશભરમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આ વર્ષે ચોમાસાની સિઝન (જૂન થી સપ્ટેમ્બર) દરમિયાન કુલ વરસાદ દીર્ઘકાલીન સરેરાશ (LPA)ના લગભગ 92 ટકા રહી શકે છે. આ અંદાજમાં પ્લસ માઈનસ 5 ટકાની ભૂલ શક્ય છે, એટલે કે વાસ્તવિક વરસાદ 87 ટકા થી 97 ટકાની વચ્ચે રહી શકે છે. એટલે કે વાસ્તવિક વરસાદ આનાથી થોડો ઉપર-નીચે થઈ શકે છે, પરંતુ પ્રારંભિક સંકેતો નબળા ચોમાસા તરફ ઈશારો કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments