HomeIndiaLucknow : એરપોર્ટ પર 14.5 કરોડનું ડ્રગ્સ કરાયું જપ્ત, ઓમાન એરવેઝમાં આવ્યો...

Lucknow : એરપોર્ટ પર 14.5 કરોડનું ડ્રગ્સ કરાયું જપ્ત, ઓમાન એરવેઝમાં આવ્યો હતો મુસાફર

મળતી માહિતી મુજબ ફ્લાઈટ નંબર WY-265 બેંકોકથી મસ્કટ મારફતે લખનૌ પહોંચી હતી. વિમાનમાંથી ઉતર્યા બાદ મુસાફરોના સામાનની નિયમિત તપાસ દરમિયાન એક મુસાફરના બેગ પર અધિકારીઓને શંકા ગઈ.

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌ સ્થિત ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના એક મોટા કેસનો ભાંડો ફોડ્યો છે. શુક્રવારે સવારે અંદાજે 8:30 વાગ્યે ઓમાન એરવેઝની ફ્લાઈટ દ્વારા આવેલા એક મુસાફર પાસેથી મોટી માત્રામાં હાઈડ્રોપોનિક વીડ જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ અધિકારીઓએ આરોપીની સ્થળ પર જ ધરપકડ કરી અને ડ્રગ્સ કબજે લીધા છે.

મળતી માહિતી મુજબ ફ્લાઈટ નંબર WY-265 બેંકોકથી મસ્કટ મારફતે લખનૌ પહોંચી હતી. વિમાનમાંથી ઉતર્યા બાદ મુસાફરોના સામાનની નિયમિત તપાસ દરમિયાન એક મુસાફરના બેગ પર અધિકારીઓને શંકા ગઈ. વધુ તપાસ કરતાં બેગમાંથી કુલ 29 અલગ-અલગ પેકેટ મળી આવ્યા, જેમાં અંદાજે 14 કિલો 500 ગ્રામ હાઈડ્રોપોનિક વીડ છુપાવવામાં આવી હતી.

કસ્ટમ વિભાગના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલ આ માદક પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત લગભગ 14 કરોડ 50 લાખ રૂપિયા છે. આટલી મોટી માત્રામાં હાઈ-ગ્રેડ ડ્રગ્સની જપ્તી સુરક્ષા એજન્સીઓ માટે ગંભીર ચિંતાનો વિષય બની છે. પૂછપરછ બાદ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે આ માત્ર એક વ્યક્તિનો કેસ હોવાની શક્યતા ઓછી છે અને તેની પાછળ સંગઠિત આંતરરાષ્ટ્રીય તસ્કરી રેકેટ કાર્યરત હોવાની આશંકા છે. આ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

કસ્ટમ વિભાગે ડ્રગ્સ કબજે લઈ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ અન્ય એજન્સીઓ સાથે મળીને એ પણ તપાસ ચાલી રહી છે કે આ માલ ભારતમાં કોના સુધી પહોંચાડવાનો હતો. આ કાર્યવાહી લખનૌ એરપોર્ટ પર તાજેતરના સમયમાં થયેલી સૌથી મોટી ડ્રગ્સ જપ્તીમાંની એક ગણાઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments