HomeIndiaNational : પશ્ચિમ બંગાળની ફાલતા બેઠકનું મતદાન રદ, 21 મેના રોજ ફરી...

National : પશ્ચિમ બંગાળની ફાલતા બેઠકનું મતદાન રદ, 21 મેના રોજ ફરી મતદાન

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ફાલતા વિધાનસભા બેઠક મુદ્દે ચાલી રહેલા વિવાદ મુદ્દે ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે આ વિધાનસભા બેઠક માટે મતદાન રદ કર્યું છે. તેમજ તમામ 285 મતદાન મથકો પર 21 મેના રોજ ફરીથી મતદાનનો આદેશ આપ્યો છે. આ બેઠકના પરિણામો 24 મેના રોજ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 29 એપ્રિલ, 2026 ના રોજ પશ્ચિમ બંગાળના 144 -ફાલતા વિધાનસભામાં મોટી સંખ્યામાં મતદાન મથકો પર મતદાન દરમિયાન ગંભીર ગેરરીતિ અને લોકશાહી પ્રક્રિયાના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આ નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.

આ દરમિયાન આજે પશ્ચિમ બંગાળમાં મગરાહાટ પશ્ચિમના 11 બૂથ અને ડાયમંડ હાર્બરના 4 બૂથ પર
ફરીથી મતદાન થયું હતું. આ બંને વિધાનસભાના કુલ 15 બૂથ પર અંદાજે 90 ટકા મતદાન નોંધાયું હતું.

જ્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી 4 મેના રોજ હાથ ધરાશે. જેની માટે ચૂંટણી પંચે વ્યાપક વ્યવસ્થા કરી છે. તેમજ ચૂંટણી પંચે 242 નવા નિરીક્ષકોને તૈનાત કર્યા છે. જેમાં 165 મતગણતરી નિરીક્ષકો અને 77 પોલીસ નિરીક્ષકોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં 165 વિધાનસભા મતવિસ્તારોમાં જ્યાં એક કરતાં વધુ મતગણતરી હોલ છે. ત્યાં મતગણતરી નિરીક્ષકોને મદદ કરવા માટે વધારાના મતગણતરી હોલ નિરીક્ષકોને નિયુક્ત કરવામાં આવ્યા છે. પોલીસ નિરીક્ષકો તેમના ફાળવેલ વિધાનસભા મતવિસ્તારોમાં મતગણતરી કેન્દ્રોની આસપાસ સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે અને ખાતરી કરશે કે સુરક્ષા વ્યવસ્થા કમિશનના નિર્દેશો અનુસાર છે. જોકે, કોઈપણ સંજોગોમાં પોલીસ નિરીક્ષકો મતગણતરી દિવસે મતગણતરી ખંડોમાં પ્રવેશ કરશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments