સોમનાથ શિવલિંગના દિવ્યાંશના દર્શન માટે પણ મુખ્યમંત્રીનું સહકાર્ય કરવાનું આશ્વાસન !
રાયપુર (છત્તીસગઢ) : છત્તીસગઢના વિવિધ તીર્થક્ષેત્રો, પવિત્ર નદીઓ અને પૌરાણિક સ્થળો પરના આધ્યાત્મિક મૂલ્ય ધરાવતી વસ્તુઓ અને વાસ્તુઓનું ભાવી પેઢીઓ માટે જતન થાય તે હેતુથી રાજ્ય સરકાર ‘સનાતન સંસ્થા’ને સર્વતોપરી સહાય કરશે, એવું મહત્ત્વપૂર્ણ આશ્વાસન છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી. વિષ્ણુદેવ સાયે આપ્યું.
સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ હાલમાં જ છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી. વિષ્ણુદેવ સાયને મા. આ મેળાપ દરમિયાન સાંસ્કૃતિક વારસાના જતન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી, તે સમયે મુખ્યમંત્રીએ આ આશ્વાસન આપ્યું.

સોમનાથ શિવલિંગના દિવ્યાંશના ભક્તોને દર્શન કરાવાશે
એક હજાર વર્ષ પહેલાં ગઝનીના મહમૂદે ઐતિહાસિક સોરઠી સોમનાથ શિવલિંગનો વિધ્વંસ કર્યો હતો; પરંતુ સદ્ભાગ્યે આ શિવલિંગના દિવ્યાંશ આજે પણ સુરક્ષિત છે. વિશિષ્ટ ચુંબકીય તત્ત્વ ધરાવતા આ સોમનાથ શિવલિંગના દિવ્યાંશના છત્તીસગઢના ભક્તો પણ દર્શન કરી શકે, તે માટે કેંદ્ર સરકારના ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અભિયાન અંતર્ગત રાજ્યમાં વિશેષ આયોજન કરવાના સંદર્ભમાં પણ મુખ્યમંત્રી શ્રી. વિષ્ણુદેવ સાયે સકારાત્મક પ્રતિસાદ આપીને શાસન દ્વારા સહકાર્ય કરવાની નિષ્ચિતિ આપી.
સનાતનના કાર્યની મુખ્યમંત્રીએ કરી પ્રશંસા
આ વિશેષ મેળાપ દરમિયાન માનનીય મુખ્યમંત્રીએ સનાતન સંસ્થાના સમગ્ર દેશમાં ચાલી રહેલા રાષ્ટ્ર અને ધર્મ હિતના કાર્યો, તેમજ ગોવા સ્થિત સનાતનના આશ્રમમાં ચાલી રહેલી આધ્યાત્મિક સંશોધનની વિવિધ પ્રવૃત્તિઓની ખૂબ જ આદરપૂર્વક માહિતી મેળવી. આ મહત્વપૂર્ણ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના રાજ્ય ઉપાધ્યક્ષ શ્રી. પ્રબલ પ્રતાપ જૂદેવ, હિંદુ રાષ્ટ્ર સમન્વય સમિતિના ધારાશાસ્ત્રી આશિષ શર્મા, હિંદુ જનજાગૃતિ સમિતિના મહારાષ્ટ્ર અને છત્તીસગઢ રાજ્ય સંગઠક શ્રી. સુનીલ ઘનવટ અને સમિતિના છત્તીસગઢ સ્થિત સર્વશ્રી કમલ વિશ્વાસ, આશિષ પરેડા, રોહિતસિંગ તિરંગા, હેમંત કાનસકર અને નીરજ ક્ષીરસાગર ઉપસ્થિત રહ્યા હતા.
આપનો નમ્ર,
શ્રી. ચેતન રાજહંસ,
રાષ્ટ્રીય પ્રવક્તા, સનાતન સંસ્થા
(સંપર્ક : ૭૭૭૫૮ ૫૮૩૮૭)


