HomeIndiaNational : કર્ણાટકમાં ટૂંકસમયમાં કેબિનેટ વિસ્તરણની શક્યતા; 20 નવા મંત્રીને સ્થાન મળશે

National : કર્ણાટકમાં ટૂંકસમયમાં કેબિનેટ વિસ્તરણની શક્યતા; 20 નવા મંત્રીને સ્થાન મળશે

કર્ણાટકમાં મુખ્યમંત્રી ડીકે શિવકુમારનાં શપથ લીધાનાં 2 મહિના બાદ પણ મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું નથી. શિવકુમાર અને રાજ્યનાં અમુક કોંગ્રેસી નેતાઓએ ગુરુવારે દિલ્હીમાં પક્ષનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનાં નિવાસ સ્થાન પર હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી હતી. અહીં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ચર્ચા થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 20 નવા મંત્રીઓના નામ નક્કી થઈ શકે છે. આગામી સપ્તાહે શપથ ગ્રહણ સમારોહની શક્યતા છે. હાલ કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 14 મંત્રી છે. 

કર્ણાટક કેબિનેટમાં 20 મંત્રીઓ સામેલ થઈ શકે છે

ડીકે શિવકુમારે 3 જૂને ઉપમુખ્યમંત્રી જી. પરમેશ્વર અને 12 અન્ય મંત્રીઓએ શપથ લીધા હતા. કર્ણાટકમાં બંધારણ અનુસાર, મુખ્યમંત્રી સહિત કૂલ 34 મંત્રી હોઈ શકે છે. જેથી હજુ પણ લગભગ 20 પદ ખાલી છે. સૂત્રો અનુસાર, પાર્ટી હાઈકમાન્ડ જાતી, સમુદાય અને નવા-જૂના નેતાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે ડીકે શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનાં જૂથી તરફથી જુદા-જુદા નામો સૂચવવામાં આવ્યા છે.

કર્ણાટકનાં રાજકારણમાં વોક્કાલિગા, લિંગાયત અને કુરબા સમાજ મુખ્ય

કર્ણાટકમાં લિંગાયત (લગભગ 17 ટકા) સૌથી મોટો સમુદાય છે. જ્યારે દક્ષિણ કર્ણાટકમાં વોક્કાલિગા (લગભગ 15 ટકા)નો દબદબો છે. જ્યારે કુરબા (લગભગ 7-8 ટકા) સમુદાય એક મુખ્ય પછાત વર્ગ છે. જ્યાંથી પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આવે છે. હાલ કેબિનેટમાં સિદ્ધારમૈયાને પણ કેબિનેટમાં સામેલ કરાયો છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments