HomeSportsSports : ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે સાતમી ક્રમાંકિત જાપાની જોડીને હરાવીને...

Sports : ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે સાતમી ક્રમાંકિત જાપાની જોડીને હરાવીને ક્વાર્ટર-ફાઇનલમાં સ્થાન મેળવ્યું

ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય વિમેન્સ ડબલ્સ જોડીએ ગુરુવારે અહીં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં જાપાનની સાતમી ક્રમાંકિત રિન ઇવાનાગા અને કી નાકાનિશી સામે સીધા સેટમાં વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને આ સાથે તેઓ મેડલથી માત્ર એક કદમ દૂર પહોંચી ગઈ છે. ભારતની આ બિન-ક્રમાંકિત જોડી ત્રિશા ઈજામાંથી ઉગરી આવ્યા બાદ વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે લગભગ એકતરફી મુકાબલામાં વિશ્વની સાતમા નંબરની જાપાની જોડી રિન અને કીને 21-16, 21-12થી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્રિશા અને ગાયત્રીને 2025 માટે અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, તેઓ 2022 અને 2023માં સતત બે વર્ષ ઓલ ઈંગ્લેન્ડ ઓપનની સેમિફાઈનલમાં પહોંચ્યા હતા. તેમણે 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો અને ગયા વર્ષની શરૂઆતમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું હતું.

જોકે, આ વર્ષની શરૂઆતમાં એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપ અને ઉબેર કપ પહેલાં તાલીમ દરમિયાન ત્રિશાને ઘૂંટીમાં ઈજા પહોંચી હતી. પ્રેક્ટિસ કરતી વખતે તેનો પગ ભૂલથી તેની ભાગીદારના પગ પર પડી જતાં તેની ઘૂંટી મરડાઈ ગઈ હતી. ત્યારબાદ કરાવેલા એમઆરઆઈમાં બે હાઈ-ગ્રેડ મસલ ટિયર અને બે લિગામેન્ટ ટિયર હોવાનું સામે આવ્યું હતું. કઠીન રિહેબિલિટેશન બાદ તેણે અને ગાયત્રીએ ઈન્ડોનેશિયા ઓપનમાં પુનરાગમન કર્યું હતું અને ત્યારબાદ યુએસ ઓપનમાં રમ્યા પછી આ મહિનાની શરૂઆતમાં ફિલિપાઈન્સ ઈન્ટરનેશનલ ચેલેન્જ ટાઈટલ જીત્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments