HomeRashifalBusinessBusiness : સોનું 165000 અને ચાંદી 2.50 લાખની નજીક પહોંચી ગબડ્યાં, જાણો...

Business : સોનું 165000 અને ચાંદી 2.50 લાખની નજીક પહોંચી ગબડ્યાં, જાણો લેટેસ્ટ રેટ

વાયદા માર્કેટમાં આજે સોના અને ચાંદીના વાયદા ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક અને સ્થાનિક બજારમાં પ્રોફિટ બુકિંગને કારણે બંને કિંમતી ધાતુઓના ભાવ ઊંચા સ્તરેથી નીચે પટકાયા છે. ગઈકાલે રેકોર્ડ ઓલ-ટાઇમ હાઈ સપાટીની નજીક પહોંચ્યા બાદ આજે બજાર ખુલતાની સાથે જ મોટા ઘટાડા સાથે વેપાર શરૂ થયો હતો.

રોકાણકારો અને ગ્રાહકો માટે સોના અને ચાંદી બંનેમાં અચાનક આવેલો આ કડાકો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ગઈકાલે જ્યાં ચાંદી અઢી લાખ (250000) ની નજીક પહોંચી ગઈ હતી, ત્યાં સોનું પણ 165000 ની નજીક પહોંચ્યા બાદ આજે ગબડ્યું છે.

સોનાના ભાવની સ્થિતિ (MCX Gold)

જૂનો બંધ ભાવ (Prev. Close): 163229.00 રૂપિયા

આજનો ઓપન ભાવ (Open): 163015.00 રૂપિયા

આજનો હાઈ (High): 163450.00 રૂપિયા

આજનો લો (Low): 162564.00 રૂપિયા

વર્તમાન ટ્રેડિંગ ભાવ: 162621.00 રૂપિયા (આશરે 608.00 થી 665.00 રૂપિયા સુધીનો ઘટાડો)

સોનામાં ગઈકાલના બંધ ભાવ સામે આજે બજાર ખુલતા જ નરમાઈ જોવા મળી હતી અને દિવસ દરમિયાન ભાવ 162564.00 રૂપિયા સુધી નીચે સરકી ગયા હતા.

ચાંદીના ભાવની સ્થિતિ (MCX Silver)

જૂનો બંધ ભાવ (Prev. Close): 244220.00 રૂપિયા

આજનો ઓપન ભાવ (Open): 242299.00 રૂપિયા

આજનો હાઈ (High): 243445.00 રૂપિયા

આજનો લો (Low): 241813.00 રૂપિયા

વર્તમાન ટ્રેડિંગ ભાવ: 241962.00 રૂપિયા (આશરે 2258.00 થી 2407.00 રૂપિયા સુધીનો મોટો કડાકો)

ચાંદીમાં ગઈકાલના બંધ ભાવ 244220.00 રૂપિયાની સરખામણીએ આજે સીધો 2400 રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

બજાર વિશ્લેષકોનું શું કહેવું છે?

વાયદા બજારના નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીમાં સતત ચાલી રહેલી તેજી બાદ હવે રોકાણકારો દ્વારા મોટા પાયે ‘પ્રોફિટ બુકિંગ’ (નફો વસૂલી) કરવામાં આવી રહી છે.

ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર ઇન્ડેક્સની મજબૂતી અને વ્યાજદરમાં ફેરફારના સંકેતોને કારણે પણ કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. આગામી દિવસોમાં બજારમાં વધુ વધઘટ જોવા મળી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments