ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ‘ઉત્તર પ્રદેશ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોનું ભરણપોષણ તથા કલ્યાણ નિયમો-2014’ માં સુધારો કરવાનો નિર્ણય લીધો છે.
આ સુધારા બાદ જો સંતાનો કે વારસદારો પોતાના વૃદ્ધ માતા-પિતાની સંભાળ નહીં રાખે અથવા તેમનો આદર નહીં કરે, તો માતા-પિતા તેમને પોતાની માલિકીની સંપત્તિમાંથી બેદખલ (બહાર) કરી શકશે.
જો કોઈ વરિષ્ઠ નાગરિક વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહીને પોતાની ફરિયાદ નોંધાવવામાં અસમર્થ હોય, તો તેમને જરૂરી સહાયતા અને કાનૂની મદદ પૂરી પાડવા માટે સરકાર ટૂંક સમયમાં એક વિશેષ ટોલ-ફ્રી નંબર જારી કરશે.

યુપી કેબિનેટ દ્વારા કરવામાં આવેલા તાજેતરમાં સુધારા અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટેની યોજનાઓ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વૃદ્ધોને ઘરે બેઠા મદદ મેળવવામાં
સરળતા રહે.


