HomeIndiaNational : રશિયન પ્રમુખ પુતિન ભારત પહોંચ્યા, BRICS સમિટમાં ભાગ લેશે, PM...

National : રશિયન પ્રમુખ પુતિન ભારત પહોંચ્યા, BRICS સમિટમાં ભાગ લેશે, PM મોદી સાથે કરશે મુલાકાત

બ્રિક્સ સમિટ 2026 (BRICS Summit 2026) માં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચી ગયા છે. શુક્રવારે સવારે તેમનું વિમાન દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પર ઉતર્યું હતું, જ્યાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. દિલ્હીમાં યોજાનાર આ વૈશ્વિક શિખર સંમેલન અગાઉ પુતિનનું આગમન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

હોટલમાં રોકાણ અને ચાર સ્તરીય સુરક્ષા વ્યવસ્થા
એરપોર્ટ પર આગમન બાદ પુતિનનો કાફલો સીધો તેમની હોટલ તરફ રવાના થયો હતો, જ્યાં તેમના ITC મૌર્યા હોટલમાં રોકાવાની સંભાવના છે. રાષ્ટ્રપતિ પુતિનના પ્રવાસને લઈને રાજધાની દિલ્હીમાં સુરક્ષાના અત્યંત કડક અને અભેદ્ય બંદોબસ્ત કરવામાં આવ્યા છે. તેમની સુરક્ષા માટે ચાર સ્તરીય (4-Layer) સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો છે.

સૌથી અંદરના ભાગમાં તેમની ક્લોઝ પ્રોટેક્શન ટીમ (CPT) રહેશે, ત્યારબાદ દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, ત્રીજા સ્તરે દિલ્હી પોલીસના કમાન્ડો અને અર્ધલશ્કરી દળોના જ્વાનો તૈનાત છે, જ્યારે સૌથી બહારના સુરક્ષા ઘેરાની જવાબદારી સ્થાનિક પોલીસ સંભાળી રહી છે. રશિયાની પોતાની સુરક્ષા ટીમ પણ દિલ્હી પહોંચી ચૂકી છે અને ભારતીય એજન્સીઓ સાથે મળીને સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહી છે.

વડાપ્રધાન મોદી સાથે મહત્ત્વપૂર્ણ બેઠક
ભારત આ વર્ષે બ્રિક્સ (BRICS) ની અધ્યક્ષતા કરી રહ્યું છે. નવી દિલ્હીના ‘ભારત મંડપમ’ ખાતે 12 અને 13 સપ્ટેમ્બરે આ શિખર સંમેલન યોજાવાનું છે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિશેષ મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે આજે યોજાનારી દ્વિપક્ષીય બેઠકમાં સંરક્ષણ, વેપાર, આર્થિક સહયોગ અને વૈશ્વિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પુતિનનો આ બીજો ભારત પ્રવાસ છે, જે ભારત અને રશિયા વચ્ચેના મજબૂત વ્યૂહાત્મક સંબંધો દર્શાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments