HomeIndiaNational : સાયબર ક્રાઇમની 54 લાખ ફરિયાદો:માત્ર 2.4% કેસોમાં FIR; 6 વર્ષમાં...

National : સાયબર ક્રાઇમની 54 લાખ ફરિયાદો:માત્ર 2.4% કેસોમાં FIR; 6 વર્ષમાં ફરિયાદોમાં 78 ગણો વધારો

દેશમાં સાયબર ક્રાઇમના કેસોમાં એફઆઈઆર નોંધાવાનો દર અત્યંત ઓછો છે. 2019થી 2024 વચ્ચેના છ વર્ષમાં નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર 53.93 લાખ ફરિયાદો મળી હતી.

પરંતુ, માત્ર 1.30 લાખ એટલે કે 2.4% કેસોમાં જ એફઆઈઆર નોંધાઈ હતી. રાજ્યસભાની ગૃહ બાબતો સંબંધિત સ્થાયી સમિતિના અહેવાલમાં આ માહિતી સામે આવી છે. 31 સભ્યોની સમિતિના અધ્યક્ષ ડૉ. રાધામોહન દાસ અગ્રવાલ છે.

ચિંતા વ્યક્ત કરતાં સમિતિએ ગુનાના આંકડા અને કાયદો-વ્યવસ્થાના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સાયબર હેલ્પલાઇન 1930 અને cybercrime.gov.in પર ફરિયાદ કર્યા બાદ પણ ફોલોઅપમાં વિલંબ થાય છે.

સાયબર ક્રાઇમ અંગે સંસદીય સમિતિની મુખ્ય વાતો…

ગુનાઓ છુપાઈ જાય છે: ક્રાઇમ રેટ ઓછો દેખાડવા માટે પોલીસ FIRને બદલે માત્ર બિન-સંજ્ઞેય રિપોર્ટ નોંધે છે, જેના કારણે ગંભીર ગુનાઓ છુપાઈ જાય છે અને લોકો ન્યાયથી વંચિત રહે છે.

જૂનો ડેટા: રાજ્યો દ્વારા NCRBને ડેટા મોકલવામાં 1.5થી 2 વર્ષનો વિલંબ થાય છે, જેના કારણે સુરક્ષા નીતિઓ અને બજેટ જૂના આંકડાઓના આધારે બનાવવામાં આવે છે.

જનતા પર પ્રહાર: ગુનાઓની સંખ્યા દબાઈ જવાથી અસુરક્ષિત વિસ્તારોમાં નવા પોલીસ સ્ટેશન, CCTV અને જરૂરી પોલીસબળ મળી શકતાં નથી.

પ્રિન્સિપલ ઓફેન્સ રૂલ

સમિતિએ જણાવ્યું કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) ‘પ્રિન્સિપલ ઓફેન્સ રૂલ’ પર કામ કરે છે. એટલે કે જો કોઈ મહિલાનું અપહરણ કરીને તેની સાથે લૂંટફાટ કરવામાં આવે અને પછી તેનો વીડિયો ઑનલાઇન લીક કરી દેવામાં આવે.

એનસીઆરબી તેને માત્ર અપહરણ તરીકે નોંધશે. સાયબર અપરાધ, મહિલા ઉત્પીડન અને લૂંટનો સેકન્ડરી ડેટા છોડી દેવામાં આવશે. આ રીતે લાખો સેકન્ડરી અપરાધોના ડેટા સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે.દિવ્ય ભાસ્કરને G

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments