HomeIndiaCNG Price Hike : અદાણી ગેસના ગ્રાહકોને મોટો ઝટકો! CNGના ભાવમાં ₹4નો...

CNG Price Hike : અદાણી ગેસના ગ્રાહકોને મોટો ઝટકો! CNGના ભાવમાં ₹4નો વધારો, જાણો નવો દર

પેટ્રોલ અને ડિઝલના ભાવ હાલમાં સ્થિર છે. બીજી બાજુ સીએનજી ગેસના ભાવમાં વધારો ઝિંકાયો છે. અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવ વધારવામાં આવ્યા છે. એક જ દિવસમાં ગેસના ભાવમાં સીધો જ ચાર રૂપિયા કરતાં વધુનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લે પહેલી ઓગસ્ટે અદાણી ગેસના ભાવ પહેલી ઓગસ્ટે ચાર રૂપિયા વધ્યા હતાં. એટલે કે અઢી મહિનામાં સીધા જ ગેસના ભાવમાં આઠ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અદાણીના સીએનજી ગેસમાં એક કિલો એ 94.02થી વધીને 98.47નો વધારો થયો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 4.45 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

મોંઘવારીનો વધુ એક માર લોકોને સહન કરવો પડશે

દિવાળીના તહેવાર પહેલા જ મોંઘવારીનો વધુ એક માર લોકોને સહન કરવો પડશે. આજે અદાણી સીએનજી ગેસનાં ભાવમાં 4.45 રૂપિયાનો વધારો ઝિંકાયો છે. અગાઉ પહેલી ઓગસ્ટે સીએનજીના ભાવમાં ચાર રૂપિયાનો વધારો કરાયો હતો. 84 દિવસમાં જ આઠ રૂપિયા કરતાં વધુનો ભાવ વધારો થયો છે. જેના કારણે સીએનજી રિક્ષા, ટેક્સી અને અન્ય વાહન ચાલકોને ઈંધણના ભાવમાં વધારાનો વધુ એક બોજ સહન કરવો પડશે. ગેસના ભાવમાં વધારો થતાં લોકલ ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ શકે છે. રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો પણ ભાડાં વધારવાની માગ કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ મોંઘો થવો

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાવ વધારો થવા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ મોંઘો થયો છે. પશ્ચિમ એશિયામાં તણાવ અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપ થવાથી વૈશ્વિક ગેસના ભાવમાં પણ વધારો થયો છે. આયાતી એલએનજી મોંઘો પડે તો કંપનીને ગેસની ખરીદીનો ખર્ચ વધે છે. જેના કારણે દેશમાં લોકલ માર્કેટમાં અસર ઉભી થઈ શકે છે. દૈનિક મુસાફરી કરતા વાહનચાલકો, ઓટોરિક્ષા ચાલકો અને કેબ ડ્રાઇવરોનું બજેટ પણ વધી શકે છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતાં જે લોકો સીએનજી પર નિર્ભર રહે છે તેમના ખર્ચમાં પણ વધારો થશે.

આ ત્રિમાસિક ગાળામાં કંપનીને કેટલો નફો થયો

અદાણી ટોટલ ગેસ દ્વારા વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરાયા હતાં. જેમાં કંપનીને 173 કરોડ રૂપિયાનો નફો થયો હોવાનું જાહેર કરાયું હતું. ગત વર્ષે આ સમયમાં કંપનીને 163 કરોડ રૂપિયાનો નફો થયો હતો. અદાણી ટોટલ ગેસ કંપનીના નફામાં આ વર્ષે 5.9 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત કંપનીની આવક 34 ટકા વધીને 2109 કરોડ રૂપિયા પર પહોંચી છે. પીએનજીની માગ વધવાને કારણે કંપનીની કમાણીમાં તેજી દેખાઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments