શું તમારી પાસે તંદૂર કે ઓવન નથી? કોઈ ચિંતા નહીં! આ ૩ સરળ ટ્રિક્સ અપનાવીને રસોડાના સાધારણ તવા પર જ બનાવો હોટેલ સ્ટાઈલ સોફ્ટ, સ્મોકી અને મસાલેદાર પનીર ટિક્કા. જાણો આખી રેસિપી.
તંદૂર કે ઓવન વગર બનશે ટેસ્ટી પનીર ટીક્કા
ઘણા લોકોને એવું લાગે છે કે બજાર જેવું પરફેક્ટ પનીર ટિક્કા બનાવવા માટે તંદૂર કે ઓવન હોવું જરૂરી છે. પરંતુ, જો અમે તમને કહીએ કે તમે ઘરના સાધારણ રસોડામાં પણ ઓવન કે તંદૂર વગર અદ્ભુત પનીર ટિક્કા બનાવી શકો છો? જાણીતા શેફ પારુલ ગુપ્તાએ ઓવન વિના હોટેલ સ્ટાઈલ પનીર ટિક્કા બનાવવાની ૩ અનોખી અને સરળ ટ્રિક્સ શેર કરી છે. તો ચાલો જાણીએ આ સુપર ટેસ્ટી રેસિપી અને શેફની ખાસ ટિપ્સ.

પનીર ટિક્કા માટેની જરૂરી સામગ્રી:
૨૫૦ ગ્રામ પનીર (કોટેજ ચીઝ) (ચોરસ ટુકડાઓમાં કાપેલું)
૧ મોટું કેપ્સિકમ
૧ મોટી ડુંગળી
૧/૨ કપ ઘટ્ટ દહીં
૧ ચમચી આદુ-લસણની પેસ્ટ
૧ ચમચી લાલ મરચું પાવડર
૧/૨ ચમચી હળદર પાવડર
૧ ચમચી ધાણા પાવડર
૧/૨ ચમચી ગરમ મસાલો
૧ ચમચી ચાટ મસાલો
૧ ચમચી ચણાનો લોટ
૧ ચમચી લીંબુનો રસ
૨ ચમચી તેલ અથવા માખણ
સ્મોકી પનીર ટીક્કા બનાવવાની રીત
પનીર ટીક્કા બનાવવા માટે જો તમારી પાસે તંદૂર નથી, તો નોન-સ્ટિક તવો સૌથી બેસ્ટ ઓપ્શન છે. પનીર ટિક્કા બનાવવા માટે મેરીનેટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સૌપ્રથમ, દહીંમાં બધા મસાલા, ચણાનો લોટ અને લીંબુનો રસ મિક્સ કરીને ઘટ્ટ બેટર તૈયાર કરો. પછી, પનીર, ડુંગળી અને સિમલા મરચાને સારી રીતે મિક્સ કરો. વધુ સારા સ્વાદ માટે, તેને ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ સુધી મેરીનેટ થવા દો.
મેરીનેશન જેટલું સારું હશે, પનીર ટિક્કા તેટલો જ સ્વાદિષ્ટ બનશે.
આ જ કારણ છે કે રેસ્ટોરન્ટ-શૈલીનો સ્વાદ મેળવવા માટે આ પગલું જરૂરી છે. મેરિનેટ કરેલા પનીર અને શાકભાજીને ટૂથપિક અથવા સ્કીવર્સ (લાકડી)માં ભરો. તવા પર સહેજ તેલ અથવા બટર લગાવીને તેને ધીમા તાપે બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
રેસ્ટોરન્ટ જેવો અસલી તંદૂરી લુક આપવા માટે, પનીર સ્કીવર્સને તવા પર થોડા શેક્યા પછી સીધા ગેસની આંચ (દિવેટ) પર થોડી સેકન્ડ માટે ફેરવો. તેનાથી પનીરની કિનારીઓ સરસ બળી જશે (Charred Effect) અને દેખાવ બિલકુલ બજાર જેવો આવશે.
પનીર ટિક્કામાં અસલી સ્મોકી ફ્લેવર લાવવા માટે, પનીર શેકાઈ જાય એટલે તે વાસણની વચ્ચે એક નાની વાટકી મૂકો. તેમાં સળગતો કોલસો (Charcoal) રાખી ઉપર એક ચમચી ઘી નાખો. ધુમાડો નીકળતાની સાથે જ વાસણને ૨ મિનિટ માટે ઢાંકી દો. આનાથી પનીરમાં અદ્ભુત તંદૂરી સુગંધ બેસી જશે.
હવે બજારમાંથી મોંઘો ઓર્ડર આપવાની કોઈ જરૂર નથી! આ સિમ્પલ ટિપ્સ અપનાવીને ઘરે જ ગરમાગરમ, સોફ્ટ અને ટેસ્ટી પનીર ટિક્કા બનાવો અને ફુદીનાની ચટણી સાથે તેની મજા માણો.


