HomeIndiaDiwali Festival 2026 : દિવાળીની રોનક વધારશે અવનવી ડિઝાઇનના દીવડા, પરંપરાગત દીવડાઓનો...

Diwali Festival 2026 : દિવાળીની રોનક વધારશે અવનવી ડિઝાઇનના દીવડા, પરંપરાગત દીવડાઓનો ક્રેઝ આજે પણ યથાવત્

દેશભરમાં હિન્દુ ધર્મના નૂતન વર્ષની શરૂઆત કરાવતો દિવાળીનો પર્વ આજે પણ પ્રકાશ, આનંદ અને સુખ-સમૃદ્ધિના પ્રતીક તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળીના તહેવારને લઈને લોકો પોતાના ઘરને અવનવી વસ્તુઓથી શણગારે છે અને રંગબેરંગી રોશનીથી ઘરની સુંદરતામાં વધારો કરે છે. જોકે, ટેક્નોલોજીના યુગમાં બજારમાં આધુનિક લાઇટ્સની અનેક વેરાયટી ઉપલબ્ધ હોવા છતાં પરંપરાગત માટીના દીવડાઓનું મહત્વ અને આકર્ષણ આજે પણ અકબંધ જોવા મળી રહ્યું છે.

દીવડાની રંગોળી પણ આ વર્ષે ભારે ડિમાન્ડમાં..

આ વર્ષે બજારમાં મોરની ડિઝાઈનવાળા દીવડા, મેજિક દીવા, હાથીના આકારના દીવા તેમજ રંગબેરંગી સજાવટવાળા આકર્ષક દીવડાઓ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. ખાસ કરીને 11, 21, 51 અને તેનાથી વધુ દીવડાઓ ધરાવતી દીવડાની રંગોળી પણ ભારે ડિમાન્ડમાં છે. લોકો દિવાળીના પર્વે ઘરના આંગણામાં અને મંદિરમાં આવી સુંદર દીવડાની રંગોળી બનાવી રોશની ફેલાવવાનું પસંદ કરી રહ્યા છે. વિવિધ આકાર અને ડિઝાઈનમાં ઉપલબ્ધ દીવડાઓને કારણે બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવ વધ્યા હોવા છતાં લોકોને પરંપરાગત દીવડાઓ ખરીદવામાં રસ…

આ વર્ષે ગેસ અને લાકડાના ભાવમાં થયેલા વધારાની અસર દીવડાના ભાવ પર પણ પડી છે. અગાઉ એક રૂપિયામાં મળતા માટીના કોડિયાની કિંમતમાં હવે વધારો થયો છે. તેમ છતાં બજારમાં રૂ. 50થી લઈને રૂ. 1000-1200 સુધીની કિંમતના વિવિધ ડિઝાઈન અને આકારના દીવડાઓ ઉપલબ્ધ છે. મોંઘવારીના કારણે ભાવ વધ્યા હોવા છતાં લોકો પરંપરાગત માટીના દીવડાઓ ખરીદવામાં રસ દાખવી રહ્યા છે. આમ, આધુનિક લાઇટ્સના વધતા ચલણ વચ્ચે પણ દિવાળીના પર્વે માટીના દીવડાઓની રોશની અને પરંપરાનો ક્રેઝ યથાવત્ રહ્યો છે.

દીવડાઓની ખરીદી પણ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર સરળ બની…

ઓનલાઈન ખરીદીના વધતા ચલણને કારણે માટીના દીવડાઓની ખરીદી પણ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર સરળ બની છે. Blinkit, Zepto, Myntra અને Flipkart જેવી ઈ-કોમર્સ તથા ક્વિક કોમર્સ વેબસાઈટ પર સાદા માટીના કોડિયાથી લઈને હેન્ડમેડ, રંગબેરંગી, ડિઝાઈનર અને ડેકોરેટિવ દીવડાઓના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. ગ્રાહકો પોતાની પસંદગી અને બજેટ પ્રમાણે દીવડાની પસંદગી કરીને ઘરે બેઠા ઓર્ડર આપી શકે છે. ખાસ કરીને વિવિધ પેકમાં મળતા દીવડાઓ અને સજાવટના સેટ ઓનલાઈન ખરીદદારોને આકર્ષી રહ્યા છે. જોકે, ઓનલાઈન ખરીદી કરતી વખતે દીવડાની ગુણવત્તા, સંખ્યા, કિંમત અને ડિલિવરી ચાર્જની વિગતો તપાસવી પણ જરૂરી બની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments