HomeLIFE STYLEDiwali 2026 : દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે કેમ હોય છે 'ધોકો'?...

Diwali 2026 : દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે કેમ હોય છે ‘ધોકો’? જાણો આ પરંપરા પાછળનું ધાર્મિક રહસ્ય!

સામાન્ય રીતે આપણે સૌ એવું માનીએ છીએ કે દિવાળીના બીજા જ દિવસે નવું વર્ષ એટલે કે બેસતું વર્ષ શરૂ થઈ જાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે એક વધારાનો દિવસ જોવા મળે છે, જેને લોકભાષામાં ‘ધોકો’ અથવા ‘પડતર દિવસ’ કહેવામાં આવે છે.

આ મધ્યના દિવસને ન તો દિવાળી ગણવામાં આવે છે અને ન તો નવા વર્ષનો દિવસ ગણવામાં આવે છે. આ કોઈ અશુભ દિવસ નથી, પરંતુ પંચાંગની ગણતરી મુજબ આવતો એક કુદરતી અને વધારાનો દિવસ છે.

પંચાંગનું ગણિત: ‘ધોકો’ કેમ આવે છે?

આપણા હિન્દુ તહેવારો અને વર્ષની ગણતરી ચંદ્રની કળાઓ અને ગતિ પર આધારિત હોય છે. ચંદ્રની 30 કળાઓ 30 દિવસ કરતાં ઓછા સમયમાં પૂર્ણ થતી હોવાથી પંચાંગમાં તિથિઓનો ક્ષય (ઘટાડો) કે વૃદ્ધિ (ઉમેરણ) થતી રહે છે. આપણી સનાતન પરંપરા મુજબ નવા વર્ષની શરૂઆત સૂર્યોદય સમયે પડતી તિથિ (એકમ)થી થવી જોઈએ.

સૂર્ય અને ચંદ્રની ગણતરી વચ્ચેનો તાલમેલ

આપણે રોજિંદા જીવનમાં જે અંગ્રેજી કેલેન્ડર (ગ્રેગોરિયન કેલેન્ડર) વાપરીએ છીએ તે સૂર્ય આધારિત છે, જ્યારે આપણા ધાર્મિક તહેવારો ચંદ્ર આધારિત તિથિઓ પર ચાલે છે. આ બંને કેલેન્ડર વચ્ચેનો તાલમેલ સાધવા માટે પણ પડતર દિવસની સ્થિતિ ઉદ્ભવે છે. આસો માસની અમાસ બાદ ચંદ્રએ ‘કૃતિકા’ નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે, પરંતુ પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય પૂર્ણ દિવસમાં ન હોવાથી ક્યારેક તે સમયસર પ્રવેશી શકતો નથી. પરિણામે, તે દિવસે એકમ શરૂ ન થતા તે ખાલી દિવસ રહે છે.

ધોકાના દિવસે શું કરવું? ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ

આ દિવસ કોઈ અશુભ નથી, પરંતુ સૂર્ય અને દેવ ઉપાસના માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે

સૂર્ય ઉપાસના: આ દિવસે વહેલી સવારે સૂર્યનારાયણના 12 નામનું ઉચ્ચારણ કરીને પૂજન કરવાથી શરીરમાં દિવ્ય ઊર્જાનો સંચાર થાય છે અને વર્ષભર સ્વાસ્થ્ય સારું રહે છે.
કુબેર પૂજન અને દાન: અમાસ હોવાથી ગરીબો અને જરૂરિયાતમંદોને કરવામાં આવતું દાન બમણું પુણ્ય આપે છે. તેમજ ધનની રક્ષા માટે આ દિવસે કુબેર પૂજન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે.
શિવપૂજન: અમાસની તિથિ હોવાથી શિવજીની આરાધના અને વ્રત કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments