E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ, 10થી વધુ...

Ahmedabad : સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ, 10થી વધુ કાર ખાખ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો રૂમના પાર્કિંગમાં આજે(11 માર્ચ) અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં લાગી હતી, જેના કારણે ત્યાં પાર્ક કરેલા વાહનો જોતજોતામાં આગની લપેટમાં આવી ગયા હતા. કાળા ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળતા સ્થાનિક લોકોમાં ફાળ પડી હતી.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 10થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments