HomeGujaratGujarat : ગુજરાત ATSએ ઝડપેલ 22 કિલો એટોમિડેટ પાવડરનો કેસ, તપાસ...

Gujarat : ગુજરાત ATSએ ઝડપેલ 22 કિલો એટોમિડેટ પાવડરનો કેસ, તપાસ દરમિયાન વધુ 5 કિલો એટોમિડેટ પાવડર જપ્ત કરાયો

ગુજરાત એટીએસએ 22 કિલો એટોમિડેટ પાવડર જપ્ત કરીને 3 આરોપીની ધરપકડ કરી છે અને આરોપીઓએમલેશિયા મોકલવા એલોવેરા લેબલના 25.05 કિલો પાવડરના છ પાર્સલ મોકલ્યા હતા.

ગુજરાત ATSએ વિદેશમાં પ્રતિબંધિત ડ્રગ્સ મોકલવાના એક રેકેટનો પર્દાફાશ કરીને મોટી કાર્યવાહી હાથધરી છે. ATSએ 22 કિલો એટોમિડેટ પાવડર જપ્ત કરીને 3 આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ATSએ અગાઉ નિકુંજ ગઢીયાની ધરપકડ કરી હતી.

તેની પૂછપરછ દરમિયાન ચેતન વાવડીયા અને ભૌતિક પદમણીના નામ સામે આવ્યા હતા. ત્યારબાદ બંનેને અટકમાં લઈ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પુરતા પુરાવા મળતા બંને આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ATSને મળેલી ગુપ્ત બાતમીના આધારે મુંબઈ એર કાર્ગોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓએ મલેશિયા મોકલવા માટે કુલ 25.05 કિલો પાવડરના છ પાર્સલ મોકલ્યા હતા, જેમાં એલોવેરા પાવડરનું લેબલ લગાવવામાં આવ્યું હતું.

પરંતુ ડ્રગ ડિટેક્ટર કિટથી તપાસ કરતાં તેમાંમાંથી 22 કિલો પાવડર એટોમિડેટ હોવાનું બહાર આવ્યું હતું. આ પદાર્થ મલેશિયામાં પ્રતિબંધિત ગણાય છે. મિસડિકલેરેશન અને મિસલેબલિંગ દ્વારા ગેરકાયદે રીતે પાવડર વિદેશમાં મોકલાતો હતો. આરોપી નિકુંજ ગઢિયા દ્વારા એર કાર્ગો માટે મોકલવામાં આવેલ એરેમેક્સ હબમાંથી 4 કિલો એટોમિડેટ જપ્ત કરવામાં આવ્યું હતું જે 2 માર્ચે DSUN કેમિકલ્સ એન્ડ ફાર્મા (જે તેના નામે નોંધાયેલ નથી) દ્વારા મોકલવામાં આવ્યું હતું. તે મુખ્ય કાર્ટેલ સભ્ય ચુઆ ઝી ઝુઆનને મોકલવામાં આવી રહ્યું હતું અને તેને એલોવેરા પાવડર તરીકે ખોટી રીતે લેબલ કરવામાં આવ્યું હતું. આરોપી ચેતન વાવડિયાના નામે નોંધાયેલ રુદ્ર એન્ટરપ્રાઇઝના ઓફિસ પરિસરમાંથી 5 કિલો ઇટોમિડેટ API જપ્ત કરવામાં આવ્યું.

કુલ જપ્ત જથ્થો

01-લોજિસ્ટિક્સ હબમાંથી 30 કિલો ઇટોમિડેટ જે કસ્ટમ્સ ક્લિયરન્સ માટે બાકી છે

02-સુરતમાં ઓફિસ પરિસરમાંથી 5 કિલો એટોમિડેટ

03-થાઇલેન્ડના કાયદા અમલીકરણ અધિકારીઓ દ્વારા 15 કિલો જપ્ત

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments