HomeBollywoodBollywood : અહાન પાંડે અને શર્વરીની નવી ફિલ્મ ‘બેપર્વાહ’ના ટાઇટલની થઈ જાહેરાત!

Bollywood : અહાન પાંડે અને શર્વરીની નવી ફિલ્મ ‘બેપર્વાહ’ના ટાઇટલની થઈ જાહેરાત!

બોક્સ ઓફિસ પર ૫૭૦ કરોડ રૂપિયાની કમાણી કરી પહેલી ફિલ્મ ‘સૈયારા’થી છવાઇ ગયેલાં અહાન પાંડેની શર્વરી સાથે બીજી ફિલ્મને ‘બેપરવાહ’ ટાઈટલ અપાયું છે.

આ ફિલ્મ આગામી વર્ષે ૨૭મી માર્ચે રીલિઝ કરાશે તેવી જાહેરાત આજે એક પોસ્ટર દ્વારા કરવામાં આવી હતી. મોશન પોસ્ટરમાં અહાન અને સર્વરી બંને એકબીજામાં ખોવાયેલા દેખાય છે. આ સાથે અહાનો ડાયલોગ પણ સંભળાય છે, જે ફિલ્મના ટોનને સેટઅપ કરવામાં મદદ કરે છે. તેમાં સંભળાય છે બેપરવાહ ઈશ્ક હૈ ક્યા કરું, બેપરવાહ ઈંતહા હૈ ક્યા કરું? દરમિયાં કોઈ ભી આએ તો સબ તબાહ-તબાહ કરું.

યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપડા કરશે જ્યારે નિર્દેશન અલી અબ્બાસ ઝફરને સોંપવામાં આવ્યું છે. અગાઉ યશરાજ માટે ‘સુલતાન’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ ફિલ્મો નિર્દેશિત કરનાર ઝફર બેપરવાહ દ્વારા પુનરાગમન કરશે. શર્વરીની યશરાજ સાથેની પહેલી ફિલ્મ સ્પાય થ્રીલર ‘આલ્ફા’ ફલોપ નીવડી હતી પણ ઇમ્તિયાઝ અલી સાથે કરેલી ‘મૈં વાપસ આઉંગા’ ફિલ્મ સફળ રહી હતી.

અહાને યશરાજ ફિલ્મ્સ સાથે બે ફિલ્મો સાઇન કરી છે જેમાં ‘બેપરવાહ’ પહેલી છે અને બીજી ફિલ્મ તે અનીત પડ્ડા અને મોહિત સુરી સાથે કરશે.

રોમેન્ટિક ડ્રામા લાગતી આ ફિલ્મ આવતા વર્ષે 27 માર્ચે રિલીઝ થશે. મોશન પોસ્ટર અને ડાયલોગ દ્વારા ફિલ્મના ટોનનો ખ્યાલ આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments