HomeBollywoodBollywood : નસીબના બળિયા ટાઈગરને ધૂમ-થ્રીના ડાયરેક્ટરની ફિલ્મ મળી

Bollywood : નસીબના બળિયા ટાઈગરને ધૂમ-થ્રીના ડાયરેક્ટરની ફિલ્મ મળી

બોલિવુડમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી સતત ફલોપ ફિલ્મો આપી રહેલા ટાઈગર શ્રોફને વધુ એક એકશન ફિલ્મ હાથ લાગી છે. ‘ધૂમ થ્રી’ના ડિરેક્ટર વિજય કૃષ્ણા આચાર્ય એક એક્શન ફિલ્મ બનાવી રહ્યા છે અને તેમાં ટાઈગરને મુખ્ય ભૂમિકા મળી છે.

ટાઈગર શ્રોફ પોતાની કારકિર્દીને પાટે ચઢાવવા માટે વલખાં મારી રહ્યો છે. તેની મર્યાદા એ છે કે તે બહુ સ્ટન્ટ સીન હોય એવી એક્શન ફિલ્મ સિવાય ચાલતો નથી. બીજી તરફ બોલિવુડમાં હવે તમામ મોટા હિરો એકશન રોલ તરફ વળી ગયા હોવાથી ટાઈગરનો ગજ વાગતો નથી.

આ સંજોગોમાં તેણે ‘ધૂમ થ્રી’ના ડિરેક્ટરનો સહારો મેળવ્યો છે.

આ ફિલ્મનું અત્યારે પ્રિ પ્રોડક્શન ચાલી રહ્યું છે. મોટાભાગે આગામી ઓગસ્ટમાં શૂટિંગ શરુ થશે. ફિલ્મના અન્ય કલાકારોની વિગતો હજુ બહાર આવી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments