HomeBollywoodBollywood : નાના પાટેકરે રાત્રે અઢી વાગ્યે મિત્રને કર્યો હતો છેલ્લો મેસેજ!...

Bollywood : નાના પાટેકરે રાત્રે અઢી વાગ્યે મિત્રને કર્યો હતો છેલ્લો મેસેજ! ડૉક્ટરે જણાવી અંતિમ કલાકોની વિગત

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે 75 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દિગ્ગજ અભિનેતાનું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું છે. બીજી તરફ અભિનેતાએ મોત પહેલાં પોતાના એક મિત્રને મેસેજ મોકલીને જણાવ્યું હતું કે, ‘મને છાતીમાં ખૂબ દુ:ખાવો થઈ રહ્યો છે.’ ડૉક્ટરે નાના પાટેકરના અંતિમ કલાકોની વિગત જણાવી છે.

વાસ્તવમાં મણિપાલ હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના ચીફ ડૉ. શેખર સાલકરે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે, દિગ્ગજ અભિનેતા નાના પાટેકરને સવારે લગભગ 4:20 વાગ્યે મૃત અવસ્થા (બ્રોટ ડેડ)માં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડૉક્ટરોએ તેમને બચાવવા માટે CPR આપવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેમને બચાવી શકાયા નહીં અને સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

રાત્રે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ

ડૉ. સાલકરના જણાવ્યા પ્રમાણે નાના પાટેકરે વહેલી સવારે લગભગ 2:30 વાગ્યે પોતાના એક મિત્રને મેસેજ મોકલીને અસ્વસ્થ હોવા અને ડાબી બાજુ દર્દ અનુભવાઈ રહ્યું હોવાની વાત કહી હતી. રાતનો સમય હોવાના કારણે તેમના મિત્રને આ મેસેજ સમયસર મળી શક્યો નહીં. સવારે લગભગ 4:00 વાગ્યે જ્યારે મિત્ર તેમના નિવાસસ્થાને પહોંચ્યા, ત્યારે નાના પાટેકર શ્વાસ લેવામાં તકલીફથી ઝઝૂમી રહ્યા હતા અને પરસેવાથી રેબઝેબ હતા. ત્યારબાદ તેમના કેરટેકર હોસ્પિટલથી એમ્બ્યુલન્સ લઈને પહોંચ્યા. એમ્બ્યુલન્સ પહોંચી ત્યાં સુધીમાં તેઓ સંપૂર્ણપણે અચેત થઈ ચૂક્યા હતા, ઘરથી જ તેમને CPR આપતા હોસ્પિટલ લાવવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

પોસ્ટમોર્ટમ માટે શવ ગોવા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યું

ડૉ. સાલકરે સ્પષ્ટ કર્યું કે, હોસ્પિટલ લાવતી વખતે જ તેમનું મોત થઈ ચૂક્યું હતું અને મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ નહોતું, તેથી નિયમો હેઠળ મેડિકો-લીગલ કેસ (MLC) દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની હાજરીમાં શવને પોસ્ટમોર્ટમ માટે ગોવા મેડિકલ કોલેજ (GMC) શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પછી જ સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ થશે.

તેમણે એ પણ જણાવ્યું કે નાના પાટેકર પહેલા ક્યારેય દર્દી તરીકે આ હોસ્પિટલમાં દાખલ નહોતા થયા, તેથી તેમના ભૂતકાળના મેડિકલ ઈતિહાસની જાણકારી હોસ્પિટલ પાસે નથી. તેમના પરિવારને આ ઘટનાની સૂચના આપી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments