ફરહાન અખ્તરે રણવીર સિંહ સાથેની ‘ડોન ૩’ના શૂટિંગંનું અપડેટ આપ્યું છે. નિર્માતા-દિગ્દર્શકે જણાવ્યું હતું કે, શૂટિંગ ૨૦૨૬માં શરૂ કરવામા આવશે. આ રીતે તેણે ડ મહિનાઓથી થતી અટકળો પર વિરામ મુક્યો છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં ફરહાને જણાવ્યું હતું કે, અમે ડોન ૩નું શૂટિંગ આવતા વરસથી શરૂ કરશું. આ ફિલ્મ માટે હાલ હું આટલું જ અપડેટ આપી શકુ એમ છું.

ફરહાને ૨૧ નવેમ્બરના રોજ પોતાની રિલીઝ થયેલી ફિલ્મ ‘૧૨૦ બહાદુર’ના પ્રમોશન દરમિયાન ‘ડોન ૩’ નો ઉલ્લેખ કર્યો હતો.
ડોન ૩ની ૨૦૨૩માં ઘોષણા કરવામાં આવી હતી, એ પછી તેને અપડેટને લઇને કોઇ સમાચાર કે માહિતી આવતી નહોતી. તેથી ડોન ફિલ્મના પ્રશંસકો ફિલ્મ બંધ કરી દીધી હોવાની અટકળ કરી રહ્યા હતા. હવે ફરહાને આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬માં કરવામા ંઆવશે તેવી ઘોષણા કરી છે.


