આર્યન ખાન લિખિત-દિગ્દર્શિત ૨૦૨૫માં આવેલી વેબ સિરિઝ બાસ્ટ…ઓફ ધ બોલીવૂડની સિઝન ટુનું શૂટિંગ માર્ચ ૨૦૨૭થી શરૂ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. અનુસાર બીજી સિઝનમાં મુખ્ય પાત્રો આસમાનસિંહ તરીકે લક્ષ્ય, કરિશ્મા તલવાર તરીકે સેહર બબ્બા અને અજય તલવાર તરીકે બોબી તલવારને જાળવી રાખવામાં આવશે.
બોલીવૂડમાં આસમાનસિંહ હીરો તરીકે તકદીર અજમાવવા નીકળે છે ત્યારે તેની સાથે બનતી ઘટનાઓનું વક્ર બયાન આ સિરિઝમાં કરવામાં આવ્યું હતું.

એક મહિના અગાઉ સિરિઝના સહલેખક બિલાલ સિદ્દિકીએ સિઝન ટુ આવી રહી હોવાનો સંકેત આપ્યો હતો પણ એ સમયે કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નહોતી.
બિલાલે જણાવ્યું હતું કે ઓટીટી પ્લેટફોર્મ સાથે સિઝન ટુ મામલે વાતચીત થઇ રહી છે. હવે સૂત્રોએ તેનું શૂટિંગ માર્ચ ૨૦૨૭થી શરૂ થવાનું જણાવ્યું છે.


