મુંબઈમાં ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગ બાદ બોલીવુડ સ્ટાર્સની સુરક્ષા ચિંતા વધી છે. અનેક કલાકારોએ બુલેટપ્રૂફ ગાડીઓ અને ઘરની બારીઓ માટે ઓર્ડર આપ્યા છે.
સલમાન ખાન, આમિર ખાન, રોહિત શેટ્ટીના ઘરની સુરક્ષા કડક બનાવાઈ છે. લોરેન્સ બિશ્નોઇ ગેંગની ધમકીઓને પગલે સ્ટાર્સ જાહેર કાર્યક્રમો ટાળી રહ્યા છે. સુરક્ષા કાફલામાં પણ નોંધપાત્ર વધારો કરાયો છે.
ટાઇગર શ્રોફ પર ગોળીબારની ઘટનાને પગલે ફફડી ગયેલા બોલીવુડના ફિલ્મ સ્ટાર્સમાં તેમની સુરક્ષાને મામલે અચાનક જાગૃતિ આવી જતાં તેમના ઘરો પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે તથા ઘરની બારીઓના કાચ પણ બુલેટપ્રુફ બનાવવામાં આવી રહ્યાં છે.

ફિલ્મ સ્ટાર્સ હવે સુરક્ષાને ધ્યાનમાં રાખી બુલેટપ્રુફ કાર ખરીદવા માંડયા છે. કેટલાય કલાકારોએ તેમના સુરક્ષા કાફલામાં વધારો કરી દીધો છે.
લોરેન્સ બિશ્નોઇ ગેંગની ધમકીઓને પગલે ફિલ્મ સ્ટાર્સ હવે તેમની સુરક્ષા માટે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાનું ટાળવા માંડયા છે. ઘણાં ફિલ્મ સ્ટાર્સ હવે પાપારાઝીઓને પણ અંતર રાખવા માંડયા છે. ફાયરિંગની ઘટના બાદ ટાઇગર, સલમાન ખાન, આમિર ખાન અને ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરોની આજુબાજુ સુરક્ષા કડક બનાવવામાં આવી છે.
અક્ષય કુમાર એક્સ કેટેગરીની અને સલમાન ખાનને વાય કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા પુરી પડાયેલી છે. સલમાનખાનની સાથે કામ કરી ચૂકેલી બે હિરોઇન પણ તેમની સુરક્ષાને કારણે ચિંતિત હોવાનું જાણવા મળ્યું છે.
સલમાનની ફિલ્મ ‘ટાઇગર’માં કામ કરનાર એક અભિનેતાને તેના પરિવારજનો ઘરની બહાર જવાનું ટાળવા કહી રહ્યા છે. જાહેર કાર્યક્રમો પણ સુરક્ષાના કારણે મુલતવી રાખવામાં આવી રહ્યાં છે.


