પંજાબ, દિલ્હી અને મુંબઇમાં ફિલ્માવવામાં આવેલો શો ‘ઢિંઢોરા ટુ’ હાલ પોસ્ટ પ્રોડકશન તબક્કે છે. ટૂંક સમયમાં જોવા મળનારી વેબ સીરિઝ ઢિંઢોરા ટુમાં સંજીદા શેખ કવિતા મામીની ભૂમિકામાં ધમાલ મચાવતી જોવા મળશે.
અગાઉ યુ ટયુબ પર બીબી કી વાઇન્સ તરીકે પ્રિમિયર થયેલો આ શોની બીજી સીઝન હવે રજૂ થવા જઇ રહી છે. આ શોની પ્રથમ સીઝનમાં ભુવન બામના મધ્યમ વર્ગના પરિવારને અચાનક લોટરી લાગતાં તેમની જિંદગી ઉંધીચત્તી થઇ જાય છે. હવે શોની બીજી સીઝનમાં આ તરંગી પરિવારની નવી સ્ટોરીઓ રજૂ કરવામાં આવશે. જેમાં ભુવન બામ નવથી દસ જુદાં જુદાં પાત્રો ભજવતો દેખાશે.

કવિતા મામી તરીકે સંજીદા શેખનું પાત્ર પણ આ સીઝનમાં મહત્વનું બની રહેશે. કવિતા મામીનું પાત્ર ટીટુ મામાના પાત્ર સાથે સંકળાયેલું છે. આ શોનું નિર્દેશન સ્નેહા શેટ્ટી કોહલીએ કર્યું છે.


