મુંબઈનાં એક બિલ્ડિંગનાં રિડેવલપમેન્ટમાં થતી તકરારો પરથી બની રહેલી મનોજ વાજપેયીની એક ફિલ્મમાં દિવ્યા દત્તાની નેગેટિવ રોલમાં એન્ટ્રી થઈ છે. ‘લાસ્ટ મેન ઈન ટાવર’ નામની નવલકથા પરથી આ ફિલ્મ બની રહી છે.

તેનું હાલ પ્રિ પ્રોડક્શન ચાલી રહ્યુું છે. શૂટિંગ જુલાઈથી ડિસેમ્બર વચ્ચે શરુ કરાશે. બેન રેખી આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. આ ઉપરાંત રાણા દગ્ગુબાટી પણ આ ફિલ્મને સપોર્ટ કરી રહ્યો છે.


