HomeBollywoodBollywood : મીના કુમારીની બાયોપિકમાં સૈફ અને તૃપ્તિના નામની ચર્ચા

Bollywood : મીના કુમારીની બાયોપિકમાં સૈફ અને તૃપ્તિના નામની ચર્ચા

સિદ્ધાર્થ પી. મલ્હોત્રાના નિર્દેશનમાં બનવા જઇ રહેલી મીના કુમારીની બાયોપિક નામે ‘કમાલ ઔર મીના’ની સ્ટારકાસ્ટ જાહેર થઇ નથી પણ તેમાં મુખ્ય ભૂમિકાઓ સૈફ અલી ખાન અને તૃપ્તિ ડિમરી ભજવશે તેેવા અહેવાલો વહેતાં થયા છે. જો કે, નિર્દેશક સિદ્ધાંત મલ્હોત્રાએ આવી અટકળો લગાવવાની બંધ કરી સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેની રાહ જોવા જણાવ્યું હતું.

નિર્દેશક સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ સોશિયલ મિડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘કમાલ ઔર મીના’માં લોકોને રસ પડયો છે તેનાથી હું ખુશ છું પણ મારી નમ્ર વિનંતી છે કે ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે કોઈ અટકળો લગાવવામાં ન આવે.


મલ્હોત્રાએ જણાવ્યું હતું કે એકવાર જરૂરી કરારો પુરાં થઇ જાય તે પછી ટીમ દ્વારા કાસ્ટ, સ્ટુડિયો અને અન્ય વિગતો જાહેર કરશે.
તેમણે જણાવ્યું હતું કે અધૂરી માહિતી પર આધારીત અહેવાલોથી ફિલ્મ અને તેની સાથે સંકળાયેલાં લોકોને અસર થાય છે. અગાઉ મીના કુમારીની ભૂમિકા માટે કિઆરા અને ક્રિતીના નામોની અટકળો ચગાવાઇ હતી હવે સૈફ અને તૃપ્તિ ડિમરીની વાતો ચાલી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments