E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBreaking NewsBREAKING NEWS : ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું-...

BREAKING NEWS : ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ બંને દેશ સાથે’

ભારત અને બ્રાઝિલના સંબંધોમાં આજે (21 ફેબ્રુઆરી) એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. ભારત-બ્રાઝીલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝીલના પ્રમુખ લુઇસ ઇનાસિયો લૂલા ડી સિલ્વા વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ બની છે, જે બંને દેશોની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા કહ્યું કે, મને પ્રમુખ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા ખુબ ખુશી થઈ રહી છે. તેમના વિઝન અને પ્રેરણાદાયક નેતૃત્વથી ભારત-બ્રાઝિલના સંબંધોને લાંબા સમયથી લાભ મળ્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ગત કેટલાક વર્ષોમાં બંને નેતાઓ વચ્ચે કેટલીક મુલાકાતો થઈ છે અને દરેક વખતે ભારત પ્રત્યે પ્રમુખ લૂલાની ગાઢ મિત્રતા અને વિશ્વાસ સ્પષ્ટ રીતે અનુભવાયો છે. પ્રમુખ લૂલાનો આ પ્રવાસ ઐતિહાસિક ‘AI Impact Summit’ને પણ નવી ઉર્જા આપે છે અને બંને દેશોની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને મજબૂત કરે છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments