HomeRashifalBusinessBusiness : ગુજરાતના ખેડૂતો સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હઠાવ્યા છતાં નાખુશ...

Business : ગુજરાતના ખેડૂતો સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હઠાવ્યા છતાં નાખુશ કેમ છે?

ગત વર્ષ ડિસેમ્બરમાં ખેડૂતોને ડુંગળીના ભાવ અપેક્ષા મુજબ મળી રહ્યા હતા અને તે જ સમયે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી ડુંગળીના ભાવ કાબૂમાં લાવી દીધા.

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવા પાછળ સરકારનો હેતુ દેશના સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવને વધતા રોકવાનો હતો. જેથી સ્થાનિકોને ઓછી કિંમતે ડુંગળી મળી રહે. પરંતુ તેનાથી ડુંગળીના ભાવ 50 ટકા કરતાં પણ વધારે ઘટી ગયા. જેના કારણે ખેડૂતોને મળતા ભાવમાં પણ ખૂબજ ઘટાડો થઈ ગયો.

2 મહિનાથી વધુ સમયથી ભારતભરમાં ખેડૂતો રોષે ભરાયા હતા અને વિવિધ રીતે નિકાસ પ્રતિબંધ સામે તેમનો વિરોધ દર્શાવતા હતા.

આ જોતા 18મી ફેબ્રુઆરીના કેન્દ્રીય સરકારે નિકાસ પરનો પ્રતિબંધ પાછો લીધો છે.

જોકે, ગુજરાત સહિત દેશમાં ડુંગળીની ખેતી કરનારા ખેડૂતો સરકારના આ નિર્ણયથી અસંતુષ્ટ છે.

મહારાષ્ટ્રના ખાદ્ય અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી છગન ભુજબળે રવિવારે બપોરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યું કે, “કેન્દ્ર સરકારે ગત ડિસેમ્બરમાં લાદવામાં આવેલો ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હઠાવવાનો નિર્ણય લીધો છે.”

અમદાવાદ એપીએમસીના આંકડાઓ અનુસાર, અમદાવાદ એપીએમસીમાં હોલસેલમાં ડુંગળીનો ભાવ, નિકાસ પર પ્રતિબંધ પહેલા એટલે કે 17 ફેબ્રુઆરીના રોજ 8થી 20 રૂપિયા પ્રતિ કિલો હતો, જે વધીને 19 ડિસેમ્બરે, નિકાસ પર પ્રતિબંધ હટાવ્યા બાદ 10 રૂપિયાથી 30 રૂપિયા થઈ ગયો હતો.

6 ડિસેમ્બરે, એટલેકે નિકાસ પર પ્રતિબંધ પહેલાં, અમદાવાદ એપીએમસીમાં તેનો ભાવ 20 રૂપિયાથી 45 રૂપિયા હતો.

રાજકોટના ખેડૂત આગેવાન દિલીપભાઈ શાખિયા આ વિશે વાત કરતા જણાવે છે કે, “નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા પહેલા બજારમાં ડુંગળીના ભાવ પ્રતિ 20 કિલોએ 700થી 800 રૂપિયા હતા.

આ ભાવથી ખેડૂતો ખુશ હતા. પ્રતિબંધ લગાવ્યા બાદ આ ભાવ ઊતરીને 100થી 200 રૂપિયા થઈ ગયા અને ખેડૂતોની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું.

ડુંગળી એક એવો પાક છે જેનો ખેડુત સ્ટોક ના કરી શકે, કારણકે જમીન વિના પણ તે ફૂટવા લાગે. તેથી તેનો જે ભાવ મળે તે જ ભાવે વેચી દેવી પડે. તેથી ખેડૂતને જે ભાવ મળે તે ભાવે જ વેચી દેવી પડે.

બીબીસીએ આ વિશે ગુજરાતના ખેડૂતોને પૂછ્યું કે તેમનું શું કહેવું છે આ વિશે? શું તેમને ખરેખર આનો લાભ મળશે કે કેમ?

રાજકોટના ભાડલા ગામના કમલેશભાઈ આજે 19 ફેબ્રુઆરીની સવારે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા ગયા હતા. તે બીબીસી સાથે વાત કરતા કહે છે કે, “આજે ડુંગળીની ભાવ 371 રૂપિયા આવ્યો છે. પ્રતિબંધ હતો ત્યારે મંદ 15થી 200 રૂપિયા ભાવ હતો.

“જો સરકારે આ નિકાસ ઉપરનો જે પ્રતિબંધ છે તેને વહેલા ઉઠાવ્યો હોત તો અમને તેનો લાભ મળ્યો હોત.””ખેડૂતે માલ (વેપારીને) વેચી દીધો પછી નિકાસમાં છુટ આપી તેનો કોઈ મતલબ રહેતો નથી.”રાજકોટ જિલ્લાના મોટા દડવા ગામના અર્જનભાઈ લાવડીયા જણાવે છે કે, “નિકાસબંધી થઈ ત્યાર બાદ ડુંગળીના ભાવમાં 5થી 60 રૂપિયાનો વધારો થયો છે. મારે તો આ છેલ્લી બચેલી ડુંગળી હતી. જો સરકારે વહેલા નિકાસ પાર પ્રતિબંધ હઠાવ્યો હોત તો મારે ફાયદો થયો હોત.

તે વધુમાં જણાવે છે કે, “ડુંગળીમાં ખુબ જ મહેનત માંગી લે છે અને તેને વાવવામાં ખર્ચો ખૂબ જ થાય છે, જ્યારે 500-600 સુધી ભાવ મળે ત્યારે અમારો બિયારણ, દવા અને ખાતરનો ખર્ચો નીકળે, બાકી તો અમે નુકસાનમાં જઈએ.”જામનગરના મોટા વાડિયા ગામના સંજયભાઈ પટેલ કહે છે કે, “મારે ડુંગળીના 331 રૂપિયા મળ્યા છે. નિકાસ પ્રતિબંધ પાછો લીધા બાદ ડુંગળીનો ભાવ 100 રૂપિયાથી વધારે વધ્યો છે.”

તેઓ વધુમાં કહે છે કે, “થોડુંક નિર્દેશ જો થોડોક વહેલો આવ્યો હોત તો ખેડૂતને ફાયદો થાયો હોત, હવે તો મારે છેલ્લો માલ વધ્યો છે.”રોજકોટ માર્કેટ વિભાગના હરાજી કરનાર અશોકભાઈ ધામી જણાવે છે જે, “નિકાસ પર પ્રતિબંધ હટતાં ડુંગળીના ભાવમાં 50-100 રૂપિયાનો વધારો થયો છે. રાજ્યને જે નિકાસ માટે મેટ્રિક ટનની મર્યાદા ફાળવેલા છે તેમાં જો વધારો થાય તો હજી ખેડૂતોને સારો ભાવ મળી શકે છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments