E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : સોનામાં રૂ.1500ની તેજી : મુંબઈ ચાંદીમાં રૂ.9000નો ઉછાળો નોંધાયો

Business : સોનામાં રૂ.1500ની તેજી : મુંબઈ ચાંદીમાં રૂ.9000નો ઉછાળો નોંધાયો

મુંબઇ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ તેજી આગળ વધી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૯૨૦થી વધી સપ્તાહના અંતે ૪૯૬૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ફરી વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે કિંમતી ધાતુઓના ભાવ ફરી ઉંચા બોલાતા થયા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૫૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૫૯૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૦૦૦૦ બોલાતા થયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ વધી રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંસના ૭૫.૬૫થી વધી છેલ્લે ભાવ ૭૭.૮૪ ડોલર રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૯૭.૮૫ વાળો ઘટી નીચામાં ૯૭.૫૬ થઈ ૯૭.૬૩ રહ્યાના નિર્દેશો હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૧૪૬૯થી વધી રૂ.૧૫૪૦૦૦ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૨૦૭૮ વાળા રૂ.૧૫૪૫૫૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર ૨૪૪૯૨૯થી વધી રૂ.૨૫૫૦૦૦ બોલાયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.વિશ્વ બજારમાં પ્લેટીમના ભાવ ઔંસના ૨૦૩૩ વાલા વધી છેલ્લે ભાવ ૨૧૦૩ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૬૯૫ વાળા ઉંચામાં ભાવ ૧૭૩૬ થઈ છેલ્લે ભાવ ૧૭૦૫ ડોલ ર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ વધી છેલ્લે ૧.૦૫ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૦.૬૬ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૭.૩૪ વાળા વધી ઉંચામાં ભાવ ૬૮.૮૩ થઈ છેલ્લે ભાવ ૬૮.૦૫ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૩.૧૩ વાળા વધી ૬૪.૫૮ થઈ ૬૩.૫૫ ડોલર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments