E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : 6 લાખની કાર અને 2.08 કરોડની નંબર પ્લેટ, જાણો કોણ...

Business : 6 લાખની કાર અને 2.08 કરોડની નંબર પ્લેટ, જાણો કોણ છે આ વિરલો?

કહેવાય છે કે ‘શોખ બડી ચીજ હૈ’ અને આ વાતને સાચી સાબિત કરી બતાવી છે, આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લાના રહેવાસી કિરણ કોલપાકુલાએ. સામાન્ય રીતે લોકો મોંઘી કાર પાછળ લાખો રૂપિયા ખર્ચતા હોય છે, પરંતુ કિરણભાઈએ પોતાની 6 લાખ રૂપિયાની કાર માટે DDC 0001 નંબરની VIP પ્લેટ ખરીદવા માટે 2.08 કરોડ રૂપિયાની માતબર રકમ ખર્ચીને સૌને ચોંકાવી દીધા છે.

દેશની જાણીતી લક્ઝરી કાર ડીલરશીપ ‘Big Boy Toyz’ (BBT) દ્વારા આ ખાસ વિન્ટેજ નંબર પ્લેટની હરાજી કરવામાં આવી હતી. આ નંબર પ્લેટ અગાઉ BBT ના ફાઉન્ડર જતિન આહુજા પાસે હતી. જ્યારે ઓનલાઈન હરાજી શરૂ થઈ ત્યારે બોલી લાખોમાં હતી, પરંતુ કિરણ કોલપાકુલાએ 2.08 કરોડની બોલી લગાવીને આ નંબર પોતાના નામે કર્યો હતો. આ સાથે જ આ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી નંબર પ્લેટ બની ગઈ છે.

આ અગાઉ હરિયાણાના એક નંબર (HR 88 B 8888) પર 1.17 કરોડની બોલી લાગી હતી, પરંતુ પેમેન્ટ ન થવાને કારણે તે રેકોર્ડ બની શક્યો ન હતો. જ્યારે આ વખતે કિરણભાઈએ પૂરી રકમ ચૂકવીને નવો ઈતિહાસ રચ્યો છે.

BBT ઓક્શન હાઉસ બોલિવૂડ સેલેબ્સ અને ક્રિકેટરોની કારની હરાજી માટે જાણીતું છે. 6 લાખની સામાન્ય કાર પર 2 કરોડનો નંબર લગાવીને કિરણ કોલપાકુલાએ સાબિત કરી દીધું છે કે, લક્ઝરી અને શોખ માટે કોઈ કિંમત મોટી હોતી નથી. સોશિયલ મીડિયા પર અત્યારે આ ‘ગોલ્ડન’ નંબર પ્લેટ અને તેના માલિકની જોરદાર ચર્ચા થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments