E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : NRI દ્વારા આરોગ્ય વીમા ખરીદીમાં 126%નો ઉછાળો

Business : NRI દ્વારા આરોગ્ય વીમા ખરીદીમાં 126%નો ઉછાળો

વિદેશમાં રહેતા ભારતીયો (એનઆરઆઈ )તબીબી સારવાર અને આરોગ્ય વીમા માટે ભારત તરફ વધુને વધુ વળગી રહ્યા છે તેમ એક અહેવાલમાં જણાવાયું છે. એનઆરઆઈ દ્વારા ખરીદાયેલી આરોગ્ય વીમા પોલિસીમાં વાર્ષિક ધોરણે ૧૨૬%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઓછા પ્રીમિયમ, સરળ ડિજિટલ પ્રક્રિયાઓ અને એઆઈ -આધારિત ટેલિમેડિકલ પરીક્ષણ જેવી સુવિધાઓ આ વલણને આગળ ધપાવી રહી છે.

એઆઈ-આધારિત તબીબી નિદાન અને સંપૂર્ણપણે ડિજિટલ ઓનબોર્ડિંગે ભૌગોલિક સીમાઓને વર્ચ્યુઅલ રીતે દૂર કરી દીધી છે. ફેમિલી ફ્લોટર પોલિસી અને માતાપિતા માટે અલગ કવરેજની સંખ્યામાં અનુક્રમે ૭૦ ટકા અને ૬૦ ટકાનો વધારો થયો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે એનઆરઆઈ હવે ભારતીય આરોગ્ય વીમાને લાંબા ગાળાની સુરક્ષા તરીકે જોઈ રહ્યા છે.રિપોર્ટ મુજબ, એનઆરઆઈ  ગ્રાહકોમાં ગલ્ફ દેશો આશરે ૫૦ ટકા હિસ્સો ધરાવે છે, જેમાં સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને કુવૈત માંગના મુખ્ય ોત છે. ભારતમાં ટૂંકા મુસાફરી સમય અને ઓછા તબીબી ખર્ચ આ માંગના મુખ્ય કારણો છે.

 જ્યારે ગલ્ફ દેશોમાં આરોગ્ય વીમા પ્રીમિયમ ૨,૦૦૦થી ૩,૦૦૦ ડોલર સુધી પહોંચી શકે છે, ત્યારે ભારતમાં સમાન કવરેજ ૧૨૦થી ૩૦૦ ડોલરમાં ઉપલબ્ધ છે.

લગભગ ૨૫ ટકા માંગ યુરોપથી આવી રહી છે, જ્યાં બિન-ઇમરજન્સી સર્જરી માટે લાંબા સમય સુધી રાહ જોવાની જરૂર પડે છે. હિપ રિપ્લેસમેન્ટ અથવા મોતિયાની સર્જરી જેવી સર્જરી માટે મહિનાઓ રાહ જોવાને બદલે, તેઓ ભારતમાં તેમની પોલિસીનો ઉપયોગ કરે છે.

યુએસ અને કેનેડા મળીને ૧૭ ટકા ફાળો આપે છે. આ દેશોમાં સારવાર ખર્ચ ખૂબ વધારે છે. ઘણા કિસ્સાઓમાં, હવાઈ મુસાફરીના ખર્ચને ધ્યાનમાં લીધા પછી પણ, ભારતમાં સર્જરી સસ્તી પડે છે.

એશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને આફ્રિકા માંગના ૮ ટકા હિસ્સો ધરાવે છે. આ પ્રદેશોમાં રહેતા ભારતીયો ઘૂંટણની ફેરબદલ અને હૃદય જેવી મોટી સર્જરી માટે ભારતીય વીમા યોજનાઓ પસંદ કરી રહ્યા છે. ભારતમાં આવી સારવાર ૭૦ થી ૮૦ ટકા સસ્તી છે.

ફેમિલી ફ્લોટર પોલિસીનો હિસ્સો ૨૦ ટકાથી વધીને ૭૦ ટકા થયો છે. સરેરાશ વીમા રકમ ૨૫ લાખથી વધુ છે. જીએસટી મુક્તિ સાથે, એનઆરઆઈ એક જ યોજના હેઠળ સમગ્ર પરિવાર માટે ઉચ્ચ કવરેજ પસંદ કરી રહ્યા છે. માતાપિતા માટે ખરીદેલી પોલિસીનો હિસ્સો પણ ૩૨ ટકાથી વધીને ૬૦ ટકા થયો છે. ઘણી યોજનાઓમાં કન્સીજ સેવાઓનો સમાવેશ થાય છે, જે વિદેશમાં પણ સારવાર પ્રક્રિયાનું સંચાલન કરવાનું સરળ બનાવે છે.

વીમા દાવાઓના ડેટા દર્શાવે છે કે એનઆરઆઈ શ્વસન રોગો, પ્રસૂતિ સેવાઓ, કેન્સરની સારવાર અને અન્ય ગંભીર બીમારીઓ માટે ભારતીય હોસ્પિટલો તરફ વળી રહ્યા છે. વધતી ઉંમરને કારણે, મોતિયાની શસ્ત્રક્રિયાના દાવાઓમાં પણ વધારો થયો છે. દંત ચિકિત્સા પણ એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે ઉભરી આવી છે, કારણ કે વિદેશમાં દંત ચિકિત્સાનો ખર્ચ ઘણો વધારે છે.

રિપોર્ટ મુજબ, ભારતમાં વીમા પ્રિમીયમ યુએસ, કેનેડા, યુરોપ અને ગલ્ફ દેશો કરતાં ૪૦ ટકા સુધી ઓછો છે. સર્જરી, પરામર્શ અને દવાઓનો ખર્ચ ૭૦થી ૯૦ ટકા સસ્તો હોઈ શકે છે. ખાનગી હોસ્પિટલોમાં નિષ્ણાત ડોકટરોની ઝડપી પહોંચ પણ એનઆરઆઈ માટે એક મુખ્ય આકર્ષણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments