HomeBollywoodEntertainment : આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું - શૂટિંગ વચ્ચે...

Entertainment : આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…

બોલિવૂડ એક્ટ્રેસ ફાતિમા સના શેખ જેને દંગલ (2016) થી પહેલી મોટી ઓળખ મળી હતી. તેમણે તાજેતરમાં જ ન્યુરોલોજીકલ બીમારી વિશે જાગૃતિ ફેલાવવા માટે મિર્ગી (ખેંચ આવી જવી) સાથે પોતાની લડાઈ વિશે ખુલીને વાત કરી છે.

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે યાદ કર્યું કે, સેટ પર શૂટિંગ વચ્ચે મને અચાનક ખેંચ આવી જતી હતી અને કેવી રીતે મારા કો સ્ટાર આમિર ખાન અને સાન્યા મલ્હોત્રા તેમજ ક્રૂએ તે મુશ્કેલ સમયમાં મને સાથ આપ્યો હતો.સોહા અલી ખાનના પોડકાસ્ટ પર વાત કરતા ફાતિમાએ ખુલાસો કર્યો કે, આ ઘટના અચાનક બની જ્યારે હું સેટ પર હતી, જેના કારણે મારી આસપાસના લોકો સમજી ન શક્યા કે ખરેખર શું થઈ રહ્યું છે.

ચંડ-મુંડનો નાશ કરનારી ચોટીલાવાળી મા ચામુંડા; મંદિરે સૂર્યાસ્ત પછી પૂજારી પણ ન જઈ શકે!ચંડ-મુંડનો નાશ કરનારી ચોટીલાવાળી મા ચામુંડા; મંદિરે સૂર્યાસ્ત પછી પૂજારી પણ ન જઈ શકે!

એક્ટ્રેસે કહ્યું કે, ખેંચ આવી અને મેં કહ્યું ના, ના, કંઈ નહીં બધું ઠીક થઈ જશે.’ પણ પછી તે વધતું જ ગયું. મેં મારી આસપાસના બધાને કહ્યું કે મને ખેંચ આવવાની છે. કોઈને ખબર નહોતી કે તે શું છે. મને પણ ખબર નહોતી કે તે શું છે અને સદભાગ્યે આમિર ખાન ત્યાં હતા, સાન્યા મલ્હોત્રા ત્યાં હતા, કૃપા શંકર બિશ્નોઈ જે અમને ટ્રેનિંગ આપી રહ્યા હતા, તેઓ પણ ત્યાં હતા અને તેઓએ તરત જ ગૂગલ કર્યું, તેમને જવાબ મળ્યા, મને એક તરફ સુવડાવી અને જે જરૂરી હતું તે કર્યું. અને પછી અંતે મને લાગે છે કે એક પ્રોડક્શન હાઉસ તરીકે તેઓએ તે જાણવાની જવાબદારી પોતે ઉઠાવી કે, તે શું છે, કારણ કે મારા પર ઘણું નિર્ભર હતું, આખી ફિલ્મ હતી.

આ ઘટના બાદ ફાતિમાએ જણાવ્યું કે, ‘મને મેડિકલ તપાસ માટે ડૉક્ટર પાસે લઈ જવામાં આવી હતી, જેમાં MRI અને EEG જેવા ટેસ્ટ સામે હતા. બાદમાં મને મુંબઈના એક ન્યુરોલોજીસ્ટ પાસે મોકલવામાં આવી હતી અને સમસ્યાને કંટ્રોલ કરવા માટે દવા આપવામાં આવી.’

જોકે, તેણે જણાવ્યું કે, દવાનો ડોઝ ખૂબ વધારે હતો, જેના કારણે મારા માટે રોજિંદા કામ કરવા મુશ્કેલ થઈ ગયા હતા. મને ચક્કર આવવા જેવું અનુભવાતું હતું, સીધા ચાલવામાં મુશ્કેલી થતી હતી અને અચાનક અને ઝડપી મૂડ સ્વિંગનો અનુભવ થતો હતો. મને ઉદાસી, ગુસ્સો અને આસપાસની દુનિયાથી અલગ હોઉં એવું અનુભવાતું હતું.

ફાતિમાએ આગળ જણાવ્યું કે, ‘દવાની આડઅસરોને કારણે ફિલ્મ માટે જરૂરી કઠોર કુસ્તીની ટ્રેનિંગ ચાલુ રાખવી લગભગ અશક્ય બની ગઈ હતી. કોઈને કહ્યા વિના મેં આખરે દવા લેવાનું બંધ કરી દીધું હતું, ભલે હું જાણતી હતી કે ખેંચ આવવાનું ચાલી રહી શકે છે.’

તેણે સ્વીકાર્યું કે, મને એ વાતનો ખૂબ ડર લાગતો હતો કે, ક્યાંક બીજાની સામે મને ફરીથી ખેંચ ન આવી જાય. જ્યારે પણ મને લાગતું હતું કે, મને ખેંચ આવવાની છે, હું ત્યાંથી ચૂપચાપ નીકળી જતી, બાથરૂમમાં જઈને દરવાજો બંધ કરી લેતી અને ખેંચ આવીને નીકળી ન જાય તેની રાહ જોતી. એક્ટ્રેસે જણાવ્યું કે હું લગભગ ચાર વર્ષ સુધી આ જ ડર અને રુટિન સાથે જીવતી રહી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments