અક્ષય કુમારની નવી હોરર-કોમેડી ફિલ્મ પર રણવીર સિંહની એક્શન ફિલ્મ ભારે પડી રહી છે. ‘ધુરંધર-2’ના 31 દિવસ પછી રિલીઝ થઈ હોવા છતાં અક્ષયની ‘ભૂત બંગલા’ કમાણીની દૃષ્ટિએ નબળી પડી રહી છે. જ્યાં એક તરફ ‘ભૂત બંગલા’એ બે દિવસમાં 60 કરોડનું કલેક્શન કર્યું છે, ત્યાં બીજી તરફ ‘ધુરંધર-2’ 1750 કરોડના વર્લ્ડવાઇડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી 16 વર્ષ પછી ‘ભૂત બંગલા’ દ્વારા પાછી ફરી છે. ફિલ્મે શનિવારે લગભગ 19 કરોડ રૂપિયા કમાયા. પહેલા દિવસે ફિલ્મે 12.25 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ રીતે બે દિવસનું કુલ નેટ કલેક્શન 35 કરોડ રૂપિયા થઈ ગયું છે.જોકે, અક્ષયની ફિલ્મ માટે ‘ધુરંધર 2’ની હાજરી એક મોટી અડચણ સાબિત થઈ રહી છે. એક મહિનો જૂની હોવા છતાં રણવીરની ફિલ્મ દર્શકોને પોતાની તરફ આકર્ષી રહી છે.

હોરર-કોમેડી ‘ભૂત બંગલા’ હાલમાં દેશભરમાં 11,513 શો સાથે ચાલી રહી છે. જ્યારે, 31 દિવસ જૂની હોવા છતાં ‘ધુરંધર 2’ પાસે હજુ પણ 3,913 શો ઉપલબ્ધ છે. આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મે જે રીતે વાપસી કરી છે, તેણે અક્ષય કુમારની ફિલ્મ માટે રસ્તો મુશ્કેલ બનાવી દીધો છે. ‘ધુરંધર 2’ના કારણે ‘ભૂત બંગલા’ની સ્ક્રીન્સ અને દર્શકોની સંખ્યામાં વિભાજન થઈ ગયું છે.
‘ધુરંધર-2’ વિશ્વભરમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ. તેણે 1,742.10 કરોડ રૂપિયા કમાનારી અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા-2’ને પાછળ છોડી દીધી. હવે તે માત્ર દંગલ (₹2070 કરોડ) અને બાહુબલી 2 (₹1,788.06 કરોડ) થી પાછળ છે.


