E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : LIVE પરફોર્મન્સમાં છેડતી અંગે સપના ચૌધરીનો ચોંકાવનારો ખુલાસો

Entertainment : LIVE પરફોર્મન્સમાં છેડતી અંગે સપના ચૌધરીનો ચોંકાવનારો ખુલાસો

હરિયાણવી ક્વીન સપના ચૌધરી હાલમાં ‘ધ 50’ શો માં નજર આવી રહી છે. સપનાનો દબંગ અંદાજ ચાહકોનું દિલ જીતી રહ્યો છે. બવે આ શો માં સપનાએ એક ડાન્સર તરીકે પોતાની જર્ની પર વાત કરી છે. સપનાએ જણાવ્યું કે, ‘મેં મારા કરિયરમાં ખૂબ જ ખરાબ સમય જોયો છે. એક સમયે મારા જીવને પણ જોખમ હતું.’

સપનાએ જણાવ્યું કે, ‘મારી સામે લગભગ 35 કેસ નોંધાયેલા છે. ઘણી જગ્યાએ મારા પરફોર્મ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.’ પોતાના કરિયરના ડાર્ક ફેઝ અંગે વાત કરતા સપના ચૌધરીએ કહ્યું કે, ‘2018માં બિગ બોસ કર્યા બાદ મેં વધુને વધુ સારા શો કરવાનું શરૂ કરી દીધું હતું. તે પહેલાં ઈવેન્ટ્સમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ત્યાં ક્યારેક નાસભાગ મચી જતી હતી તો ક્યારેક ખુરશીઓ ફેંકાતી, તો ક્યારેક ઝઘડા થતા. મારી સામે 35 કેસ છે કારણ કે મેં એક શો કર્યો અને ત્યાં નાસભાગ મચી ગઈ હતી. મારા પર બડૌદ, મેરઠ વગેરે વિસ્તારોમાં પ્રતિબંધ છે. મારા નામથી શો માટે પરવાનગી નથી મળતી.’

આ દરમિયાન સપનાએ પોતાના શોનો એક ભયાનક કિસ્સો પણ યાદ કર્યો. સપનાએ કહ્યું કે, ‘એકવાર અમારા ઘરમાં પૈસા નહોતા. હું અને મારી માતા સાથે બેઠા હતા. અમે માત્ર એ જ આશા કરી રહ્યા હતા કે કોઈ શો મળી જાય. પછી અચાનક મોડી રાત્રે મારો ફોન વાગ્યો. મને એક શો માટે ઓફર મળી જે આગલી રાત્રે થવાનો. તેઓએ મને પૂછ્યું કે શું તમે તે શો કરશો? મેં તરત જ હા પાડી દીધી. હું શો કરવા માટે એટલી એક્સાઈટેડ હતી કે મેં કોઈ વિગતો નહીં પૂછી. મેં એ પણ ન પૂછ્યું કે તે કેવા પ્રકારનો શો છે, તે ક્યાં થઈ રહ્યો છે, અથવા મારે શું કરવું પડશે?’

સપનાએ આગળ જણાવ્યું કે, ‘સાંજે અમે લોકોશન પર પહોંચ્યા. તે એક ફાર્મહાઉસ હતું. અમે જેવા અંદર ગયા તો મેં જોયું કે લગભગ 25-26 ટેબલ ગોઠવવામાં આવી છે અને પાછળની સાઈડ માત્ર બે ખુરશીઓ હતી. દરેક ટેબલ પર ખુલ્લેઆમ હથિયાર રાખવામાં આવ્યા હતા. ત્યાં હાજર તમામ લોકો ગેંગસ્ટર લાગી રહ્યા હતા. એવું લાગતું હતું કે કોઈ જેલમાંથી મુક્ત થયું હોય અને તેઓ તેને જશ્ન મનાવી રહ્યા હતા.’

સપનાએ જણાવ્યું કે, ‘પહેલા મેં એકલા ગીત ગાયું અને પછી કોઈની સાથે પરફોર્મ કર્યું. પણ જ્યારે હું એકલી પરફોર્મ કરી રહી હતી ત્યારે એક વ્યક્તિ સતત મારી પાસે આવી રહ્યો હતો અને મારા કાનમાં કંઈક કહી રહ્યો હતો. મારી માતાએ પૂછ્યું કે, તે શું કહી રહ્યો છે? મેં જવાબ આપ્યો કે અવાજને કારણે મને સ્પષ્ટ સંભળાયું નહીં. ત્યાં લગભગ 50-55 માણસો હતા. ત્યારબાદ મારી માતાએ તેમને વિનંતી કરી કે, પ્લીઝ અમને હવે જવા દો. પરંતુ તેમાંથી એકે કહ્યું કે, તમે કેવી રીતે જઈ શકો છો? ડાન્સ હજુ બાકી છે. પહેલા ડાન્સ કરો અને પછી જાઓ. શું અમે તમને પૈસા નથી આપ્યા?’ તે સમયે હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મને લાગ્યું કે તેઓ મને ગોળી પણ મારી શકે છે. હું સ્ટેજ પર ગઈ અને ડાન્સ કરવા લાગી. અચાનક તે જ વ્યક્તિ પાછળથી મારી પાસે આવ્યો અને મારા ગાલ પર કિસ કરી લીધી.

સપનાએ જણાવ્યું કે, ‘હું તરત જ સ્ટેજ પરથી ઉતરી ગઈ અને સ્ટેજ પાછળ જઈને બેસી ગઈ. મેં કહ્યું હતું કે, હું હવે આ નહીં કરી શકું. મને ફરક નથી પડતો કે આગળ શું થશે. મારી માતાએ મારો હાથ પકડ્યો અને એ લોકો સાથે વાત કરી. મારી માતાએ તેમને કહ્યું કે, તમે લોકો કોઈની દીકરી-બહેનને ઈનવાઈટ કરો છો અને પછી આવું વર્તન કરો છો.આ યોગ્ય નથી. પછી મારી માતા મને લઈને ત્યાંથી જવા લાગી. અમે બહાર જવા માટે જેમ-જેમ દરવાજા તરફ આગળ વધી રહ્યા હતા, હું મારી માતાને બોલી રહી હતી કે, આ લોકો ગોળી મારી શકે છે. મને લાગી રહ્યું હતું કે, બુલેટ ગમે ત્યારે આવી શકે છે. કોઈક રીતે અમે ત્યાંથી બહાર નીકળી ગયા અને કારમાં બેઠા. કારમાં બેસીને મેં રાહતનો શ્વાસ લીધો. તે ખૂબ જ ખતરનાર મોમેન્ટ હતો.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments