E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : ગાંધીનગરમાં મોટો અકસ્માત: બ્રિજ પરથી રિક્ષા સાબરમતી નદીમાં ખાબકી, રિક્ષા...

Gandhinagar : ગાંધીનગરમાં મોટો અકસ્માત: બ્રિજ પરથી રિક્ષા સાબરમતી નદીમાં ખાબકી, રિક્ષા ચાલકની શોધખોળ શરૂ

ગાંધીનગરમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ચીલોડાથી સેક્ટર 30 સર્કલ જતા સાબરમતી નદીના બ્રિજ પરથી એક ઓટો રિક્ષા અકસ્માતે રેલિંગ તોડીને નદીમાં ખાબકી હતી. આ દરમિયાન ફાયર બ્રિગેડ અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવકાર્ય શરૂ કર્યું. બ્રિજનું રિપેરિંગ ચાલતું હોવાથી બ્રિજની બંને બાજુ પતરા માર્યા હતા. તંત્રની ભૂલ અને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, સેક્ટર-30 સર્કલ જતા સાબરમતી નદીના બ્રિજ ઉપરથી એક ઓટો રિક્ષા અકસ્માતે રેલિંગ તોડીને નદીના પાણીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. બંનેએ બચાવ કામગીરી હાથ ધરી છે. અકસ્માતના કારણે બ્રિજ પર ટ્રાફિક જામ ના થાય અને અન્ય કોઈ અકસ્માતનો બનાવ ના બને તે માટે પોલીસ ટીમ દ્વારા તકેદારી કામગીરી કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments