HomeGujaratGujarat : સુરતમાં 40 લાખ સામે 1.85 કરોડ પડાવ્યા છતાં 26 લાખની...

Gujarat : સુરતમાં 40 લાખ સામે 1.85 કરોડ પડાવ્યા છતાં 26 લાખની ઊઘરાણી,આરોપી પકડાયો

સુરતમાં બે વર્ષ પહેલાં ખંડણી અને વ્યાજ ખોરીના ઇકો સેલમાં નોંધાયેલા ગુનાનો વોન્ટેડ આરોપી વડોદરામાંથી પકડાતાં તેને સુરત પોલીસને સોંપવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,સુરતમાં વર્ષ-૨૦૨૪માં ઇકો સેલમાં એક ગુનો નોંધાયો હતો.જેમાં ભોગ  બનનાર વ્યક્તિને ત્રણ જણાએ વ્યાજે આપેલા ૪૦ લાખ વસૂલવા માટે ધાકધમકી આપી બળજબરીથી રૃ.૯૦ લાખના ચેકો લખાવી લીધા હતા.ત્યારપછી પણ તેઓ ૯૦ લાખનું  મહિને પાંચ ટકા લેખે વ્યાજ વસૂલતા હતા.

આ ઉપરાંત વડોદરાના ડભોઇ તાલુકાના ઠીકરીયા ગામે ૪૪ વીઘા જમીન પેટે માત્ર રૃ.૫૦ લાખ મૂળ માલિકને ચૂકવી  બાકીની રકમના સાટાપેટે સુરતની મિલકત આપવાના નું નક્કી કરી ભોગ બનનાર વ્યક્તિ સાથે ઠગાઇ પણ કરવામાં આવી હતી.આ બનામાં આરોપીઓએ રૃ.૪૦લાખની સામે કુલ રૃ.૧.૮૫કરોડ વસૂલ્યા હોવા છતાં બીજા રૃ.૨૬ લાખની માગણી કરી ધાકધમકી આપતા હોવાથી મનસુખ બોરડ, ભરત વસરા અને આલા ઉર્ફે લાખા સામે સુરત પોલીસે તપાસ કરી હતી.

આ પૈકી વોન્ટેડ આરોપી આલા ભીમભાઇ જલુ(મહાવીર  પાર્ક,શાંતિકુંજ પાસે,મકરપુરા, વડોદરા મૂળ રહે. મગર વાડા,કેશોદ,જૂનાગઢ) વડોદરામાં હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચે તેને મકરપુરામાંથી ઝડપી પાડી સુરત પોલીસને જાણ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments