HomeIndiaMumbai : ટેક્નો કોન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝથી 2 વિદ્યાર્થીઓના મોત, પોલીસે 5 લોકોની...

Mumbai : ટેક્નો કોન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝથી 2 વિદ્યાર્થીઓના મોત, પોલીસે 5 લોકોની કરી ધરપકડ

કોન્સર્ટમાં સામેલ આ ગ્રુપના 3 વિદ્યાર્થીઓએ કથિત રીતે ડ્રગ્સનું સેવન કર્યું. વિદ્યાર્થીઓની ઉંમર 23થી 25 વર્ષની વચ્ચે હતી. ડ્રગ્સ લેવાના થોડા સમય બાદ જ તેમની તબિયત અચાનક બગડવા લાગી.

મુંબઈમાં એક હાર્ડ ટેક્નો કોન્સર્ટ દરમિયાન ડ્રગ્સનું સેવન બે વિદ્યાર્થીઓ માટે જીવલેણ બન્યું છે. 11 એપ્રિલે નેસ્કો વેરહાઉસમાં આયોજિત આ ઈવેન્ટ બાદ 3 વિદ્યાર્થીઓની તબિયત લથડી, જેમાંથી 2 લોકોના મોત થયા છે. પોલીસે આ કેસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અને એક ઈવેન્ટ ઓર્ગેનાઈઝર સહિત 5 લોકોની ધરપકડ કરી છે.

આ કેસ 11 એપ્રિલનો છે, જ્યારે નેસ્કો વેરહાઉસમાં એક હાર્ડ ટેક્નો કોન્સર્ટ આયોજિત કરવામાં આવ્યો હતો, આ ઈવેન્ટમાં ઈટલીના ટેક્નો આર્ટિસ્ટસ પણ સામેલ થયા હતા, જેના કારણે મોટી સંખ્યામાં યુવાનો ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન એક કોલેજના વિદ્યાર્થીઓનું ગ્રુપ પણ કોન્સર્ટમાં સામેલ થયું હતું. કોઈને અંદાજો નહતો કે તે મ્યૂઝિક ઈવેન્ટ કેટલાક કલાકોમાં જ દુર્ઘટનામાં બદલાઈ જશે.

કોન્સર્ટમાં સામેલ આ ગ્રુપના 3 વિદ્યાર્થીઓએ કથિત રીતે ડ્રગ્સનું સેવન કર્યું. વિદ્યાર્થીઓની ઉંમર 23થી 25 વર્ષની વચ્ચે હતી. ડ્રગ્સ લેવાના થોડા સમય બાદ જ તેમની તબિયત અચાનક બગડવા લાગી, સ્થિતિ ગંભીર બનતા જોઈને તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ ત્યા સુધીમાં શરીર પર ડ્રગ્સની અસર ખતરનાક સ્તર પર પહોંચી ચૂકી હતી.

તેમાંથી બે મહિલા વિદ્યાર્થીઓને હિન્દૂ હ્રદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે ટ્રોમા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યારે એક પુરૂષ વિદ્યાર્થીઓને ગોરેગાંવની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. ડોક્ટરોએ 3 વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ સ્થિતિ સતત બગડતી રહી. સારવાર દરમિયાન ગોરેગાંવની ખાનગી હોસ્પિટલમાં દાખલ 24 વર્ષીય યુવકનું મોત થયું. ત્યારે ટ્રોમા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી 24 વર્ષીય મહિલા વિદ્યાર્થીનું પણ સોમવારે મોત થયું. બીજી અન્ય મહિલા વિદ્યાર્થિની સ્થિતિ પણ હાલમાં ગંભીર છે અને તે ICUમાં જિંદગીનો જંગ લડી રહી છે.

ઘટનાની જાણકારી મળતા જ વાનરાઈ પોલીસ સ્ટેશનની ટીમ હરકતમાં આવી અને કેસની તપાસ શરૂ કરી. પોલીસે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં કેટલાક પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી અને એક ઈવેન્ટ ઓર્ગેનાઈઝર સામેલ છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યું.

પોલીસે આરોપીની વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને NDPS એક્ટ હેઠળ કડક કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. તેમાં ડ્રગ્સની ખરીદી, કબ્જો અને ગુનાહિત ષડયંત્ર જેવા ગંભીર આરોપ સામેલ છે. ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ સમગ્ર નેટવર્કનો ખુલાસો કરવાના પ્રયત્ન કરી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments