HomeIndiaNational : અભિજીત દીપકે પર લોકો ભડક્યા; મુંબઈમાં CJP વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

National : અભિજીત દીપકે પર લોકો ભડક્યા; મુંબઈમાં CJP વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

મુંબઈના શિવાજી પાર્કમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સંસ્થાપક અભિજીત દીપકેના નેતૃત્વમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન નવો વળાંક આવ્યો હતો. સીજેપીના સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. શિવાજી પાર્કમાં જ કેટલાક લોકોએ સીજેપી અને અભિજીત દીપકે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું, પરંતુ એનાથી સ્થાનિકોએ આંદોલનકારીઓની ખખડાવ્યા હતા, જ્યારે અમુક લોકોએ પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો.

સીજેપી સામે પ્રદર્શન કરી રહેલા એક વ્યક્તિએ અભિજીત દીપકે અને તેમના સાથીઓ પર ‘ડ્રામેબાજી’ કરવાનો આક્ષેપ કર્યો હતો. તેણે પોતાને મુંબઈના યુવાનો સાથે જોડાયેલો ગણાવતા કહ્યું કે તેઓ સીજેપીના વિરોધમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધમાં પોતાને ‘જેન નેક્સ્ટ મુંબઈ’ના સભ્ય ગણાવતા લોકોના એક જૂથની હાજરી પણ જોવા મળી હતી. 

વિરોધ કરનારા એક પ્રદર્શનકારીએ આક્ષેપ કર્યો કે અભિજીત દીપકે જેવા લોકો બંધારણનો નાશ કરવાની વાત કરે છે. તેણે કહ્યું કે તેઓ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નીચે એકઠા થયા છે, કારણ કે તેઓ બંધારણના સન્માન અને રક્ષણમાં વિશ્વાસ રાખે છે. અન્ય એક પ્રદર્શનકારીએ પણ કહ્યું કે મુંબઈના લોકો સીજેપીનું વર્તન સહન નહીં કરે અને તેઓ બંધારણનું સન્માન તથા રક્ષણ કરવાનું જાણે છે. 

બીજી તરફ, ગાંધી જયંતિના દિવસે સીજેપી દ્વારા શિવાજી પાર્કમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસે આ કાર્યક્રમને મંજૂરી આપી નહોતી, છતાં મોટી સંખ્યામાં લોકો શિવાજી પાર્ક પહોંચ્યા હતા. સ્થળ અને આસપાસના વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

સીજેપીના પ્રવક્તા સૌરભ દાસે મીડિયા સાથે વાત કરતાં દાવો કર્યો હતો કે અગાઉ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ વખતે દેશભરના યુવાનો રસ્તા પર આવ્યા હતા અને હવે જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે પણ આવું જ થવાનું છે. સીજેપીએ સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાનેશ કુમારના રાજીનામા વિના તેમનું આંદોલન પૂર્ણ નહીં થાય.

દાદર ખાતે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા યોજાયેલું ધરણું માત્ર 3 મિનિટ 22 સેકન્ડમાં જ સમેટાઈ ગયું હોવાનો દાવો કર્યો હતો. સીઈસી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે શરૂ થયેલા આ વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જોકે ટૂંકા સમય બાદ ધરણું પૂર્ણ થઈ ગયું. વિરોધને લઈને થયેલી તૈયારીઓ વચ્ચે માત્ર 3 મિનિટ 22 સેકન્ડ ચાલેલા ધરણાને કારણે દાદરમાં સીજેપીના વિરોધની ‘ટાંય ટાંય ફિસ્સ’ થઈ ગઈ હોવાની ચર્ચા જોવા મળી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments