E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના: 200 ફૂટ ઊંડી ખીણમાં સેનાનું વાહન ખાબક્યું,...

National : જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના: 200 ફૂટ ઊંડી ખીણમાં સેનાનું વાહન ખાબક્યું, 10 જવાન શહીદ થયાની આશંકા

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે એક અત્યંત દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ભારતીય સેનાનું એક વાહન ઊંડી ખીણમાં ખાબકતા ઓછામાં ઓછા 10 સૈનિકો શહીદ થયાની આશંકા સેવાઈ રહી છે, જ્યારે અન્ય કેટલાક સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. આ ભયાનક અકસ્માત ભદ્રવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ પર આવેલા ખન્ની ટોપ પાસે થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેનાનું બુલેટ-પ્રૂફ વાહન એક ઊંચાઈવાળી પોસ્ટ તરફ જઈ રહ્યું હતું, જેમાં 17 જવાનો સવાર હતા. ખન્ની ટોપ પાસે ડ્રાઈવરે વાહન પરથી સંતુલન ગુમાવી દેતા, ગાડી સીધી 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.

દુર્ઘટનાની જાણ થતાં જ સેના અને સ્થાનિક પોલીસે તાત્કાલિક સંયુક્ત બચાવ અભિયાન શરૂ કર્યું હતું. આ અકસ્માતમાં અન્ય ઘણાં સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. તમામ ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને વધુ સારી સારવાર માટે ઉધમપુર મિલિટરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments