HomeIndiaNational : દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં પાણી ઘૂસ્યા, ઓરેન્જ એલર્ટ, બિહારમાં ગંગા સહિતની...

National : દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં પાણી ઘૂસ્યા, ઓરેન્જ એલર્ટ, બિહારમાં ગંગા સહિતની નદીઓ ભયજનક સપાટીને પાર

બિહાર, દિલ્હી સહિતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડયો છે. બિહારમાં મોટાભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે જેને પગલે પૂરની સ્થિતિ સર્જાઇ છે. એવામાં આગામી કેટલાક દિવસોમાં હવામાન વિભાગે ઉત્તરીય તેમજ પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દિલ્હીમાં ભારે વરસાદને પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં પાણી ઘૂસી ગયાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.


ગરમી બાદ રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ પડયો છે, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ધૌલા કુવા વચ્ચે નેશનલ હાઇવે ૪૮ પર પાણી ભરાયા હતા. ટર્મિનલ ૩ પર પણ જળ ભરાવ થતા મુસાફરો ચપ્પલ, જુતા હાથમાં લઇને પોતાની ફ્લાઇટ તરફ આગળ વધતા જોવા મળ્યા હતા. દિલ્હી એરપોર્ટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જ્યારે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ફ્લાઇટો મોડી પડવાની શક્યતાઓ જાહેર કરાઇ હતી. દિલ્હી માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નજીકના ગુરુગ્રામમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઇ હતી.


જ્યારે બિહાર સહિત અન્ય રાજ્યોમાં પણ શનિવારે ભારે વરસાદ પડયો હતો. જેને પગલે બિહારમાં મોટાભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી હતી. બુરહી ગંદક, ગંગા, કોસી, બાગમતી વગેરે નદીઓ ભયજનક સપાટીને પાર જતી રહી છે. નેપાળ અને ઝારખંડમાં ભારે પૂરને કારણે બિહારમાં આ સ્થિતિ સર્જાઇ છે. પટણા, ભોજપુર, વૈશાલી, ભાગલપુર વગેરે વિસ્તારોમાં હાલ નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. બિહાર બાદ ઉત્તર પ્રદેશમાં પણ પૂરની સ્થિતિ સર્જાઇ છે. હાલમાં રાજ્યના ૨૬ જિલ્લાના ૩.૫૩ લાખ લોકો પૂરનો ભોગ બન્યા છે. ઉત્તર પ્રદેશમાં પણ ગંગા નદીએ ભયનજક સપાટી વટાવી દીધી છે. હિમાચલ પ્રદેશમાં ૧૦૨થી વધુ રોડ બંધ રહ્યા હતા. પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં પણ વરસાદ પડયો છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં સવાઇ માધોપુરમાં ૨૪ કલાકમાં ૧૩૦ એમએમ વરસાદ પડયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments